News-Samiti

Feedback On This Page View Page Feedback
Region   :   Samaj Zone   : Local Samaj :
Category : Native             :   View in :
Search    : Samiti             :   From Date :
         Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 07-06-2026 CHHATTISGARH REGION HOSTS MEGA AI WORKSHOP, BRINGING TOGETHER STUDENTS, PROFESSIONALS AND ENTREPRENEURS TO EXPLORE THE FUTURE OF ARTIFICIAL INTELLIGENCE
શ્રી ABKKP યુવાસંઘ, ફોરેસ્ટ કાઉન્સિલ – છત્તીસગઢ રિજિયન દ્વારા તા. 07 જૂન 2026 ના રોજ AI Workshop – “AI Technology for Shaping Future” નું સફળ આયોજન વિમતારા ઓડિટોરિયમ, રાયપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં AI (Artificial Intelligence) અંગે વિસ્તૃત માહિતી, આધુનિક ટેક્નોલોજી, વ્યવસાય વિકાસ, કારકિર્દી નિર્માણ અને દૈનિક જીવનમાં AI ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. AI કાર્યક્રમ ને આગળ વધતા યુવસંગ સેન્ટ્રલ પ્રતિનિધિ અને AI વર્કશોપ ટીમ મેમ્બર નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ત્યાર બાદ મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરતા રિજિયન ચેરમેન સાથે યુવસંગ સેન્ટ્રલ ટીમ દ્વારા ખુલો મુકેલ માં આવેલ અને AI WORKSHOP માં સંખ્યા 285-300 લોકો વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, ગૃહિણીઓ તથા યુવા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.* છત્તીસગઢ રિજિયન ટીમ 2025-27 - પ્રમુખ – યોગેશભાઈ છાભૈયા, ઉપપ્રમુખ – હેમંતભાઈ ધોળુ, વિભાગીય પ્રમુખ – હર્ષદભાઈ માકાણી, વિભાગીય પ્રમુખ – રાજેશભાઈ છાભૈયા, મહામંત્રી – જીગ્નેશભાઈ નાકરાણી, PRO – નીતિનભાઈ નાકરાણી, ખજાનચી – જયેશભાઈ દિવાણી, મંત્રી – મનીષભાઈ નાયાણી, વિભાગીય મંત્રી – પ્રકાશભાઈ રામાણી, સહ ખજાનચી – અનિલભાઈ લીંબાણી, કેન્દ્રીય પ્રતિનિધિઓ - સેન્ટ્રલ PRO – નિશાંતભાઈ રામાણી, કાઉન્સિલ સેક્રેટરી – રાહુલભાઈ છાભૈયા, કન્વીનર, બિઝનેસ સેલ – ચેતનભાઈ માકાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય – યોગેશભાઈ છાભૈયા, PDO કૃષિ પર્યાવરણ – રાજેશભાઈ નાથાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય – જ્યોતિબેન છાભૈયા, કાઉન્સિલ રાજકીય PDO – કાંતિભાઈ છાભૈયા, AI નિષ્ણાત ટીમ દ્વારા માર્ગદર્શન - હર્ષ નાકરાણી – AI ની મૂળભૂત જાણકારી તથા AI આધારિત ગેમ ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન, યોગેશ લીંબાણી – AI દ્વારા ગેમ નિર્માણ અને ભવિષ્યમાં AI ક્ષેત્રે વિકાસની તકો અંગે માહિતી, હર્ષી પોકાર – AI વડે ઇમેજ ક્રિએશન અને બિઝનેસ પ્રમોશન માટેના ઉપયોગ અંગે પ્રસ્તુતિ, પરિકા ચૌહાણ – હેલ્થકેર ક્ષેત્રમાં AI ની ભૂમિકા અને તેના ફાયદાઓ અંગે માહિતી, મિત પોકાર – જીવનમાં AI ના લાભો અને સંભવિત પડકારો અંગે સમજણ, રાજ નાથાણી – વિવિધ AI એપ્લિકેશન્સ અને ઉપયોગી ટૂલ્સ અંગે માર્ગદર્શન, શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ અને એમની ટીમ હોદ્દેદાર અને કારોબારી નો વિશેષ સહયોગ બાદલ ખૂબ ખૂબ ધન્યવાદ, કાર્યક્રમમાં રાયપુર, બિલાસપુર, કોરબા, કુમ્હારી, રાજનંદગાંવ, બાલોદ, જગદલપુર અને દલ્લીરાજહરા ,કોંન્ડાગાંવ, સહિતના વિવિધ યુવા મંડળોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ ના અંત માં આભાર વ્યક્ત કરતા રિજિયન મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ નાકરાણી દ્વારા કારેક્રમ ને સફળ બનાવવા માટે તમામ આયોજકો, વક્તાઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કારેલ હતો, બિઝનેસ સેલ અને શિક્ષા વિભાગ સયુંકત તાવધાન માં સફળ આયોજન બદલ ખુબ ખુબ આભાર અને ધન્યવાદ, બિઝનેસ સેલ - કિલોલભાઈ પદમાણી, બિઝનેસ સેલ સહકન્વીનર - અશિષભાઈ ધોળું, શિક્ષા વિભાગ કન્વીનર - અંકિતભાઈ માકાણી, શિક્ષા વિભાગ સહકન્વીનર - હર્ષાબેન સામાણી
GENERAL
2 CGR 02-06-2026 EYE DONATION INSPIRES HUMANITY: CGR HONOURS DHANANI FAMILY WITH ‘MANAVTA GAURAV AWARD’ FOR NOBLE GIFT OF VISION
સ્વ. મણી બેન કાનજી ભાઈ ધનાણી (રામાંણી) પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ…સ્વ. મણીબેન કાનજી ભાઈ ધનાણી નું તારીખ ૨૭-૦૫-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. મણી બેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 02-06-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી કાનજી ભાઈ સાથે પુત્ર હરી ભાઈ , ચંદુ ભાઈ , મુકેશ ભાઈ અને સંપૂર્ણ ધનાણી પરિવાર ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન -યોગેશ છાભૈયા, મહામંત્રી -જીગ્નેશ નાકરાણી, હેલ્થ રિજિયન કન્વીનર - નરેશ છાભૈયા, છ.ગ. રિજિયન શિવનાથ ડિવિઝનલ ચેરમેન - રાજેશ ભાઈ છાભૈયા
GENERAL
3 CGR 02-06-2026 148 UNITS OF BLOOD DONATED, 247 CITIZENS BENEFIT FROM FREE HEALTH CHECK-UP CAMP ORGANIZED BY PATIDAR YUVA MANDAL RAIPUR
શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા અધ્ય સમાજ સુધારક વડવાહ શ્રી નારાયણ રામજી લીંબાણી બાપા ની 143મી અને શ્રી કેશરા પરમેશ્વરા બાપાની 258મી જન્મ જયંતિ નિમિત્તે ભારતભર મા યોજાવતી રકતંજલીમાહ ના રૂપે તેજ કડી માં રાયપુર યુવા મંડળ દ્વારા રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજાઈ,148 લોકોએ કર્યું રક્તદાન શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા આયોજિત રક્તદાન તથા નિઃશુલ્ક ચિકિત્સા તપાસ શિબિર રવિવારના રોજ શ્રી પાટીદાર ભવન, ફાફડીહ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ શિબિરમાં 148 લોકોએ રક્તદાન કરી "રક્તદાન-જીવનદાન"નો સંદેશ સાર્થક કર્યો. આ સાથે 247 લોકોએ આરોગ્ય તપાસ માટે સેમ્પલ આપ્યા, જેમની CBC, LFT, RFT, લિપિડ પ્રોફાઇલ, HBA1C, T3-T4-TSH જેવી મહત્વપૂર્ણ તપાસો નિઃશુલ્ક કરવામાં આવી. રક્તદાન દરમ્યાન છ.ગ. રિજિયન ના ચેયરમેન શ્રી યોગેશ ભાઈ છાભૈયા અને રાયપુર સમાજ , છ.ગ. સમાજ ના અગ્રણીઓ દ્વારા શ્રીરામ હૃદય કીટ વિતરણ કરવા માં આવેલ હતું સેવાભાવથી આયોજિત આ શિબિરમાં શહેરના 16 નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક સેવાઓ આપી. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ ડોક્ટરોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તથા શિબિરમાં પધારેલ તમામ રક્તદાતાઓ અને નાગરિકોનો આભાર માનવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સમાજના ઉપાધ્યક્ષ શ્રી લીલાધર ભગત, ખજાનચી શ્રી જયંતી છાભૈયા, યુવા મંડળના અધ્યક્ષ શ્રી હરસુખ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ નાકરાણી, ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશ નાકરાણી, ભરત વાલાણી, ખજાનચી અને આરોગ્ય પ્રભારી શ્રી નરેશ છાભૈયા, આરોગ્ય મંત્રી શ્રી યોગેશ ભીમાણી, મંત્રી શ્રી દિવેશ પોકર, વસંત નાકરાણી સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી મંજુલા બેન, મહામંત્રી શ્રીમતી નીશા બેન તેમજ મહિલા મંડળની કારોબારી સભ્યો પણ હાજર રહ્યા. કેન્દ્રીય સમાજ ના કારોબારી સભ્ય શ્રી ખીમજી ભાઈ પોકાર , છત્તીસગઢ રીજીયનના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને છ.ગ. સમાજના મંત્રી શ્રી ભગવાન ભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
GENERAL
4 CGR 31-05-2026 PATIDAR YUVA MANDAL BILASPUR CONTINUES 12-YEAR TRADITION OF SERVICE, ORGANIZES FREE BUTTERMILK DISTRIBUTION TO PROVIDE RELIEF FROM SUMMER HEAT
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ, બિલાસપુર દ્વારા તારીખ 31/05/2026, રવિવાર ના રોજ બિલાસપુર, છત્તીસગઢ ખાતે રાહગીરો ને ગરમીમાં રાહત આપવા માટે કચ્છી અમૃત "શીતલ છાશ વિતરણ સેવા કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું. આ સેવાયજ્ઞમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, મહિલા મંડળના પદાધિકારીઓ અને યુવા મંડળના સભ્યો એ સહયોગ અને સેવા આપીને આયોજનને સફળ બનાવ્યું. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, બિલાસપુર માં છાસ વિતરણ સેવા વિગત 12 વર્ષોથી શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ બિલાસપુર દ્વારા કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ શ્રી સમાજના પ્રમુખશ્રી હરિભાઈ જશરાજ ભાઇ ધોળું ઉપપ્રમુખ શ્રી હરિભાઈ દાનાભાઈ ધોળું મહામંત્રી શ્રી લખમશીભાઈ પરબત ભાઈ ધોળું સહમંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ મગનભાઈ છાભૈયા એને સમાજના વરિષ્ઠ આગેવાનો અને સભ્યો મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લીલાબેન લક્ષ્મણભાઈ સામાણી મહામંત્રી શ્રીમતી ગીતાબેન શંકરભાઈ સામાણી ખજાનચી શ્રીમતી વર્ષાબેન હેમંત ભાઈ ધોળું સહજાનચી શ્રીમતી યોગીતાબેન ચંદ્રકાન્તભાઈ ધોળું એને મહિલા મંડળની કારોબારી સભ્યો છત્તીસગઢ રીજીયન ના ઉપપ્રમુખ શ્રી હેમંતભાઈ કરસનભાઈ ધોળું છત્તીસગઢ રીજિયન ના સભ્ય શ્રી નવીનભાઈ હરિભાઈ ધોળું ,શ્રી આશિષભાઈ પુરષોત્તમભાઈ ધોળું અને આપડા વાર્ડના લોકલાડીલા પાર્ષદ શ્રી નીતિનભાઈ રમેશભાઈ સામાણી યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ શાંતિભાઈ ધોળું ઉપપ્રમુખ શ્રી વિતેશભાઈ પુરષોત્તમભાઈ ધોળું ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ શ્યામજીભાઈ સામાણી મહામંત્રી શ્રી બસંતભાઈ બાબુભાઈ ગોરાણી સહમંત્રી શ્રી પરેશભાઈ પ્રહલાદભાઈ છાભૈયા ખજાનચી શ્રી લલીતભાઈ હરિભાઈ ધોળું શ્રી નિલેશભાઈ સુરેશભાઈ ધોળું અને યુવા મંડળની સમસ્ત કારોબારી ટીમ અને સર્વે ઉત્સાહી સભ્યો ઉપસ્થિત હતા
GENERAL
5 CGR 18-04-2026 BHAVYA RAMANI FROM RAJNANDGAON SCORES 96% IN CBSE 10TH
રાજનંદગાંવના ભવ્ય ખુશ્બુબેન દીપકભાઈ રામાણી એ CBSE ધોરણ 10ની પરીક્ષામાં 96% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ભવ્ય હાલ રાજનંદગાંવમાં નિવાસ કરે છે અને મૂળ કચ્છ જિલ્લાના રામપર ગામના વતની છે. તેમના દાદા-દાદી તુલસીભાઈ અને નર્મદાબેન રામાણી છે. ભવ્યની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજનંદગાંવ પાટીદાર સમાજ માટે ગૌરવની વાત બની છે. સમાજના આગેવાનો તથા સભ્યો દ્વારા ભવ્યને આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માં ઉમિયાના આશીર્વાદથી ભવ્ય ભવિષ્યમાં વધુ પ્રગતિ કરી શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરે અને પોતાના પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
GENERAL
6 CGR 27-03-2026 GRAND CELEBRATION OF LAXMINARAYAN TEMPLE ANNIVERSARY AND RAM NAVAMI PROCESSION IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા આયોજિત પાવન પ્રસંગે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયા માતાજી મંદિરનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તા. ૨૭-૦૩-૨૦૨૬ ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યે હવન-પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો. આ સાથે રામનવમી ઉત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ફાફાડીહ સમાજથી ભાનપુરી સમાજ સુધી યોજાયેલી આ યાત્રામાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો: સમાજના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ છાભૈયા અને તેમની સમગ્ર કારોબારી તથા હોદ્દેદારો, રાયપુર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા તથા તેમની ટીમ, રાયપુર યુવા મંડળના પ્રમુખ શ્રી હરસુખભાઈ નાથાણી તથા તેમની ટીમ, છત્તીસગઢ રિજિયનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો. તમામના સહકાર અને ઉપસ્થિતિથી કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો.
GENERAL
7 CGR 16-03-2026 PATIDAR YUVAK MANDAL RAIPUR ORGANIZES FREE SHOW OF “THE KERALA STORY 2” FOR GIRLS AWARENESS
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર દ્વારા પ્રેરિત શ્રી પાટીદાર યુવા મંડળ, રાયપુર દ્વારા સમાજ ની દીકરીઓ માં જાગૃકતા ને અનુલક્ષી કુંવારી દીકરીઓ માટે એક વિશેષ શો (નિ‍‌:શુલ્ક) તારીખ 16.03.26 નું આયોજન કરવામાં આવેલ. કેરેલા સ્ટોરી 2 ફિલ્મ ના અંતર્ગત સમાજ ની 251 દિકરીઓ ને આ ફિલ્મ બતાવા મા આવેલ આ ફિલ્મને જોવા માટે ટુકજ સમય મા આ દીકરીઓ દ્વારા પોતા નુ નામ નોધાવા માં આવેલ આ ફિલ્મ જોવા માટે વિશેષ રૂપે ઉપસ્થિત મહિલા મંડળ ના પ્રમુખ મહોદયા શ્રીમતી મંજુલા બેન છાભૈયા સાથે તેવો ની સંપૂર્ણ ટિમ સાથે યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ નાથાણી ની સાથે યુવા મંડળ ની સંપૂર્ણ ટિમ પણ હાજર રહેલ.આ ફિલ્મ PVR સિનેમા મા નિઃશુલ્ક બતાવા મા આવેલ.
GENERAL
8 CGR 07-03-2026 PATIDAR MAHILA MANDAL RAIPUR HOSTS INSPIRING LECTURE BY SANATANI KAJAL HINDUSTANI
શ્રી પાટીદાર મહિલા મંડળ, રાયપુર દ્વારા આયોજિત આ પ્રેરણાત્મક કાર્યક્રમ. સર્વપ્રથમ વક્તવ્ય પહેલા લવજીહાદ ઉપર સમાજ ની દિકરીયો દ્વારા સરસ પ્રસ્તુતિ કરેલ ત્યાર બાદ પ્રેરણાદાયી વ્યાખ્યાન કાર્યક્રમમાં સમસ્ત જ્ઞાતિ જનો શ્રી મતી કાજલબેન હિન્દુસ્તાની નું વક્તવ્ય સમાજ ના હર એક વકતી અને બહેન સાથે દિકરી ના જીવન માં લાભદાયી થાય એવું બેન દ્વારા પીરસવા માં આવેલ હતું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા વક્તવ્ય માં કહેલું કે સમાજ ના બાળકો ને સંસ્કાર આપવા અને આત્મરક્ષણ કેવી રીતે કરવું અને દિકરીઓ ને આજ ના જુગ માં અધર્મીઓ દ્વાર સડયંત્ર ચાલવામાં આવે છે તેના થી કેમ બચવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા સમાજ જનો ને સંકપ અપાયો છે કે સમાજ અથવા માંગલિક કારેક્રમ માં મુસલમાન થી વહેવાર ના કરવો જોઈએ અને વિવિધ સારા હિન્દૂ સંગઠન થી જોડાલું રેવું જોયે સાથે સમાજ ના સર્વે સદસ્યો થી આગ્રકરેલ જીવન મા અધ્યાત્મિકતા નું કેટલું મહત્વ છે સાથે એનુ માર્ગદર્શન આપેલ અને આયોજિત કારેક્રમ માં અંદાજીત 2000 લોકો સમસ્ત વડીલો ,માતાઓ,ભાઈઓ,બહેનો,યુવા ધન ઉપસ્થિત રહયા હતા. શ્રી ABKKP કેન્દ્રિય સમાજ ના ટ્રસ્ટી, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન સમાજ હોદ્દેદાર અને કારોબારી ટીમ, છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા અને હોદેદારો અને કારોબારી સભ્ય સાથે સલાકાર,કેન્દ્રીય પ્રતિનિધિ,ફોરેસ્ટ કોઉન્સિલ PDO ઉપસ્થિત રહ્યા હતા, છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા, શ્રી રાયપુર પાટીદાર સમાજ રાયપુર ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી મંજુબેન છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન મહિલા મંડળ પ્રમુખ શ્રી શકુન્તલા બેન નાકરાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ.
GENERAL
9 CGR 02-03-2026 CA MADHAV RUDANI BRINGS PRIDE TO CHHATTISGARH WITH ALL INDIA RANK 49
છત્તીસગઢના ગૌરવ CA માધવ જગદીશભાઈ રૂડાણી (બલોદ, છત્તીસગઢ) એ સમગ્ર ભારતમાં 49મી રેન્ક પ્રાપ્ત કરી અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરી છે. આપની મહેનત, લગન અને પ્રતિબદ્ધતાએ માત્ર આપના પરિવારનું નહીં પરંતુ સમગ્ર છત્તીસગઢ રિજિયનનુનામ રોશન કર્યું છે.
GENERAL
10 CGR 22-02-2026 CGR YUVASANGH KAROBARI MEETING SUCCESSFULLY HELD IN KORBA
શ્રી ABKKP યુવાસંઘ છત્તીસગઢ રિજિયન દ્વારા તારીખ 22.02.26 ના કારોબારી સભા અને સંપર્ક યાત્રા પાટીદાર સમાજ કોરબા રાખેલ હતી. કારોબારી સભા અને સંપર્ક યાત્રા માં ઉપસ્થિત રહેલા છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા, સલાકાર નવીન ભાઈ લીંબાણી, ઉપપ્રમુખ હેમંત ધોળું, મહામંત્રી જીગ્નેશ નાકરાણી, ખજાનચી જયેશ દિવાણી, મંત્રી મનીષ નાયાણી, સહ ખજાનચી અનિલ લીંબાણી, વિભાગીય પ્રમુખ રાજેશ છાભૈયા, વિભાગીય પ્રમુખ હર્ષદ માકાણી, વિભાગીય મંત્રી પ્રકાશ રામાણી, કેન્દ્રીય પ્રતિનિધિ કાઉન્સિલ સેક્રેટરી રાહુલ છાભૈયા, કન્વીનર પ્રચાર પ્રસાર સેલ પવન દિવાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય યોગેશ છાભૈયા, ફોરેસ્ટ કોઉન્સિલ PDO - YSK - નિલેશ પોકાર, સગપણ - મનીષ પોકાર. છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટી શ્રી નાનજી ભાઈ સામાણી. શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી બિલાસપુર યુવા મંડળ પ્રમુખ શ્રી યોગેશ ધોળું અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ સાથે યુવા મિત્રો, કારોબારી સભા સહયોગી, શ્રી કોરબા યુવા મંડળ પ્રમુખ શ્રી રામણિક પોકાર અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ સાથે યુવા મિત્રો સાથે કોરબા શ્રી સમાજ ના પ્રમુખ શ્રી અને વડીલ શ્રી અને મહિલા મંડળ ના પ્રમુખ અને નારીશક્તિ પણ ઉપસ્થીથ રહ્યા હતા. છ.ગ રિજિયન ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
GENERAL
11 CGR 21-02-2026 CGR YUVASANGH SAMPARK YATRA HELD WITH YOUTH IN BILASPUR
શ્રી ABKKP યુવાસંઘ છત્તીસગઢ રિજિયન દ્વારા તારીખ 21.02.26 ના સંપર્ક યાત્રા યુવા સાથે પાટીદાર સમાજ બિલાસપુર રાખેલ. સંપર્ક યાત્રા માં ઉપસ્થિત રહેલા છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા, સલાકાર - કિશોર ભાઈ નાકરાણી, નવીન ભાઈ લીંબાણી, ઉપપ્રમુખ હેમંત ધોળું, મહામંત્રી જીગ્નેશ નાકરાણી, પ્રવક્તા નીતિન નાકરાણી, ખજાનચી જયેશ દિવાણી, મંત્રી મનીષ નાયાણી, સહ ખજાનચી અનિલ લીંબાણી. કેન્દ્રીય પ્રતિનિધિ - કાઉન્સિલ સેક્રેટરી રાહુલ છાભૈયા, કન્વીનર પ્રચાર પ્રસાર સેલ પવન દિવાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય યોગેશ છાભૈયા. ફોરેસ્ટ કોઉન્સિલ PDO - YSK નિલેશ પોકાર, સગપણ મનીષ પોકાર. છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી બિલાસપુર યુવા મંડળ પ્રમુખ શ્રી યોગેશ ધોળું અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ સાથે યુવા મિત્રો. છ.ગ રિજિયન ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
GENERAL
12 CGR 05-02-2026 CG REGION ANNUAL CALENDAR DISTRIBUTED TO MEMBERS AT JAGDALPUR MEETING
આજ CG Region ના કેલેન્ડર પ્રાપ્ત થયા.આજ જગદલપુર મીટિંગ માં લગભગ સર્વે ને કેલેન્ડર વિતરણ કરવામાં આવેલ.
GENERAL
13 CGR 31-01-2026 HUMANITY PRIDE AWARD HONORS LATE SAVITABEN HARIBHAI NAKARANI FOR NOBLE EYE DONATION
ચક્ષુદાતા સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ… સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી નું તારીખ ૧૨-૦૧-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. સવિતાબેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 26-01-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી હરિભાઈ સાથે પુત્ર દ્વિજેશ ભાઈ , બ્રીજેશ ભાઈ ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન યોગેશ છાભૈયા. મહામંત્રી જીગ્નેશ નાકરાણી. હેલ્થ રિજિયન કન્વીનર નરેશ છાભૈયા. સેન્ટ્રલ મેમ્બર યોગેશ છાભૈયા. રાયપુર યુવા મંડળ ના પ્રમુખ હરસુખ નાથાણી. ભરત વાલાણી. મનીષ છાભૈયા. યોગેશ ભીમાણી. ભાવેશ રૂડાણી. શિખર પોકાર. કેતન છાભૈયા.
GENERAL
14 CGR 27-01-2026 CHHATTISGARH REGION ANNUAL CALENDAR DISTRIBUTED BY KORBA YUVA MANDAL OF PATIDAR SAMAJ
છત્તીસગઢ રિજીયન દ્વારા પ્રકાશિત વાર્ષિક કેલેન્ડર નું આજે તા. 27-01-2026 ના પાટીદાર સમાજમાં કોરબા યુવા મંડળ દ્વારા સર્વે સભ્યોને વિતરણ કરવામાં આવેલ.
GENERAL
15 CGR 27-01-2026 ANNUAL CALENDAR COPIES PRESENTED TO SPONSORS BY CHHATTISGARH REGION
છ.ગ રિજિયન દ્વારા પ્રકાશિત કેલેન્ડર ના સ્પોન્સરો ને પ્રકાશિત કેલેન્ડર ની પ્રતિ ભેટ કરી તેઓને દાતા તરીકે ધન્યવાદ આપવામાં આવેલ. આ અવસરે કેલેન્ડર સમિતિ અને રિજિયન ફંડ રાયસિંગ સમિતિ ના સભ્યો સાથે જોડાયેલ હતાં.
GENERAL
16 CGR 23-01-2026 FIRST ANNUAL CALENDAR INAUGURATED BY ABKKP YUVASANGH CHHATTISGARH REGION AT RAIPUR
શ્રી ABKKP યુવાસંઘ છત્તીસગઢ રિજિયન દ્વારા આપ સર્વે ને જણાવતા અત્યંત આનંદ અને ખુશી ની લાગણી અનુભવી રહ્યાં છીયે કે તારીખ 23.01.26 ના વસંત પાંચમી ના સમુલગ્ન મા શ્રી રાયપુર પાટીદાર સમાજ ના પ્રાગણ મા શુભ દિવસે સર્વે યુવા મંડળ ના સયુંકત તત્વધાન થી પ્રથમ વખત વાર્ષિક કેલેન્ડર નું વિમોચન કરવાં આવેલ અને ઉપસ્થિત થયેલ. છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા સલાકાર કિશોર ભાઈ નાકરાણી નવીન ભાઈ લીંબાણી ઉપપ્રમુખ હેમંત ધોળું મહામંત્રી જીગ્નેશ નાકરાણી પ્રવક્તા નીતિન નાકરાણી ખજાનચી જયેશ દિવાણી મંત્રી મનીષ નાયાણી વિભાગીય પ્રમુખ પ્રકાશ રામાણી સહ ખજાનચી અનિલ લીંબાણી કેન્દ્રીય પ્રતિનિધિ કાઉન્સિલ સેક્રેટરી રાહુલ છાભૈયા PDO કૃષિ પર્યાવરણ રાજેશ નાથાણી કેન્દ્રીય કારોબારી સભ્ય યોગેશ છાભૈયા ફોરેસ્ટ કોઉન્સિલ PDO YSK નિલેશ પોકાર સગપણ મનીષ પોકાર છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ABKKP કેન્દ્રિય સમાજ ના ટ્રસ્ટી શ્રી રામજી બાપા નાકરાણી શ્રી કાન્તિ બાપા લીંબાણી શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન સમાજ પ્રમુખ શ્રી જેઠા બાપા અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી રાયપુર પાટીદાર સમાજ રાયપુર ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી રાયપુર મહિલા મંડળ ના પ્રમુખ શ્રી મંજુબેન છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન મહિલા મંડળ પ્રમુખ શ્રી શકુન્તલા બેન નાકરાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી બિલાસપુર યુવા મંડળ પ્રમુખ શ્રી યોગેશ ધોળું અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. છ.ગ રિજિયન ના અન્ય યુવા મંડળ ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક કેલેન્ડર માં ફંડ આયોજન ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ જેમને વિશેષ સહયોગ આપેલ. દિવેશ પોકાર ભાવેશ રૂડાણી હરેશ નાકરાણી વિનય છાભૈયા પંકજ દિવાણી
GENERAL
17 CGR 31-10-2025 SARDAR VALLABHBHAI PATEL’S 150TH BIRTH ANNIVERSARY COMMEMORATED IN RAIPUR BY SHRI KUTCH KADVA PATIDAR SAMAJ
ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતિ ના ઉપલક્ષ મા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા છ.ગ. ની રાજધાની રાયપુર ફાંફાડીહ મધ્યે સ્થિત સરદાર પટેલ ચોક મા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા (એક માત્ર છે) મા સમાજ મા ભાઈઓ દ્વારા માલ્યાપણ કરી તેવો ને યાદ કરવા મા આવેલ. આ અવસર પર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા , મહામંત્રી શ્રી વેલજી ભાઈ રૂડાણી ,યુવા મંડળ પ્રમુખ શ્રી હરશુખ ભાઈ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ ભાઈ નાકરાણી, પૂર્વ પ્રમુખ શ્રી બાબુ ભાઈ વેલાણી,પૂર્વ પ્રમુખ શ્રી મોહન ભાઈ છાભૈયા, ભાજપ પ્રદેશ મંત્રી શ્રી જયંતિ ભાઈ દિવાણી,રાયપુર ટિમ્બર એસોસિએશન અધ્યક્ષ શ્રી દલપત ભાઈ, છ.ગ. ટિમ્બર ફેડરેશન શ્રી અધ્યક્ષ શ્રી સૂર્યકાંત ભાઈ,પૂર્વ પાર્ષદ શ્રી વિઠ્ઠલ ભાઈ,શ્રી હિમ્મત ભાઈ,,શ્રી નરસિંહ ભાઈ,શ્રી મોહન ભાઈ શ્રી અરુણ ભાઈ સાથે સમજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે સમજ જનો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો અને સરદાર પટેલના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરવાનું વચન આપવા મા આવેલ
SOCIAL
18 CGR 29-10-2025 SAHAS 3.0 ORGANIZED BY CHHATTISGARH REGION: 101 YOUTH EXPERIENCE LEADERSHIP AND LIFE SKILLS DEVELOPMENT
સાહસ 3.0 એક અનેરો અનુભવ.... શ્રી ABKKP યુવા સંઘ છત્તીસગઢ રિજિયન ના સર્વે યુવા મંડળ સંયુક્ત તત્વધાન દ્વારા 3 દિવસીય કરેક્રમ RAGHAV BRICKS પ્રયોજીત સાહસ 3.0 એક અનેરો અનુભવ નુ આયોજન છ.ગ રીજીયન યુવા ઉત્કર્ષ સમિતિ દ્વારા બાળકો ને જીવન કૌશલ/આત્મા વિશ્વાસ / ટીમ ભાવના/ નેતૃત્વ કુશલતા ની એક્ટિવિટી નો અનુભવ કરેલ ટોટલ સંખ્યા 101 દિકરા અને દીકરીઓ યે ભાગ લીધો હતો. ખુશી ની વાત છે કે સાહસ 3.0 મા સેન્ટ્રલ ટોપ 20 થી યુવાઓ ના ચહિતા અને પેરણાસ્રોત એવા સેન્ટ્રલ યુવાસંઘ પ્રેસિડેન્ટ જગદીશ ભાઈ લીંબાણી - સેન્ટ્રલ યુવાસંઘ પ્રેસિડેન્ટ, નિશાંત ભાઈ રામાણી - સેન્ટ્રલ PRO. અશોક ભાઈ સેંગાણી - ફોરેસ્ટ કાઉન્સિલ પ્રેસિડેન્ટ, હરેશ ભાઈ રૂડાણી - રામસેતુ કાઉન્સિલ પ્રેસિડેન્ટ, મયુર ભાઈ રંગાણી - ગ્રીન લેન્ડ કાઉન્સિલ સેક્રાટરી, રાહુલ ભાઈ છાભૈયા - ફોરેસ્ટ કાઉન્સિલ સેક્રાટરી, છ ગ રિજિયન યુવા ઓ ના લોકલાડીલા પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં - યોગેશ ભાઈ છાભૈયા, સલાકાર - કિશોર ભાઈ નાકરાણી, મિશન ચેરમેન - હેમંત ધોળું, મહામંત્રી - જીગ્નેશ નાકરાણી, પ્રવક્તા - નીતિન નાકરાણી, ખજાનચી - જયેશ દિવાણી, સેન્ટ્રલ PDO કૃષિ પર્યાવરણ - રાજેશ ભાઈ નાથાણી, CCM - જ્યોતિ બેન છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO - રાજકિય કાન્તિ છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO સગપણ સંબંધી - મનીષ પોકાર, છત્તીસગઢ રિજિયન કન્વિનર યુવા ઉત્કર્ષ - વસંત નાકરાણી, યુવા ઉત્કર્ષ સહ કન્વિનર - પ્રકાશ નાકરાણી, છત્તીસગઢ રિજિયન સામાજિક અને આધ્યાત્મિક કન્વીનર -જ્યોતિ બેન વાલાણી સાથે ભુમિકા વાલાણી ઉપસ્થિત રહ્યાં હતાં. ફોરેસ્ટ કાઉન્સિલ - વિધર્ભ રિજિયન થી ઉપસ્થીત રહ્યાં હતાં રાજેશ ભાઈ પોકાર - વિદર્ભ પ્રેસિડેન્ટ, કીર્તિ ભાઈ સેંગાણી - વિદર્ભ સેક્રાટરી, જીતેન્દ્ર ભાઈ સેંગાણી - વિદર્ભ PRO ફોરેસ્ટ કાઉન્સિલ યુવા ઉત્કર્ષ PDO - ભરત પોકાર, ઉપસ્થિત રહ્યાં હતાં.
GENERAL
19 CGR 14-10-2025 RSS PATH SANCHALAN HELD IN RAJNANDGAON ON VIJAYADASHAMI WITH OVER 50 YOUTH PARTICIPATION
RSS નું પથ સંચલન રાજનાંદગાંવ પાટીદાર ભવન થી નિકળ્યું અને યુવક મંડળ થી 50 થી વધુ મિત્રો ગણવેશ સાથે શામિલ થયા! વિજયાદશમી ઉત્સવ નિમિતે શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તા:- 14/10/25 મંગળવારે સવારે 8 વાગે પંથ સંચાલન શ્રી પાટીદાર ભવન થી શરૂ કરવામાં આવેલ! રાજનંદગાવ સ્થાનિક યુવક મંડળથી અંદાજીત 50 જેવા સ્વયંસેવકો એ પંથ સંચાલનમાં જોડાયીને ધન્યતાનો ભાવ અનુભવેલ....... વિશેષ કરીને ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશ ભાઈ દીવાણી , CG યુવાસંઘ ના પૂર્વ પ્રમુખ પવન દિવાણી, દીપક રામાણી ભાવેશ ભાવાણી, વિનય છાભૈયા, સહ ખજાનચી અનિલ લીંબાણી , પુનિત છાભૈયા, વિનસ પેઠાણી પથ સંચાલન માં શામિલ થયા
SOCIAL
20 CGR 06-10-2025 MANOJ VELJIBHAI POKAR WINS DIVISIONAL LAWN TENNIS DOUBLES TITLE
શ્રી સનાતન ક ક પાટીદાર સમાજ જગદલપુર માટે હર્ષ નો વિષય છે. કે સમાજ ના વરિષ્ટ શ્રી મનોજ વાલજી ભાઈ પોકાર એ ડિવિઝનલ લેવલ લોઁન ટેનિસ ડબલ્સ નો ફાઈનલ મેચ જીતી ને સમાજ તથા સંપૂર્ણ રિજીયન માટે ગૌરવ નું ક્ષણ
GENERAL
21 CGR 03-10-2025 PATIDAR SAMAJ BILASPUR CELEBRATES “OPERATION SINDOOR” RAAS GARBA IN HONOUR OF INDIAN SOLDIERS
શ્રી પાટીદાર સમાજ બિલાસપુર (છ.ગ) દ્વારા સરહદ પર લડી રહેલા આપણા દેશના વીર જવાનો ને બીરદાવા માટે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આહ્વાન હતું કે માતાજીની દરેક ગરબીમાં ઓપરેશન સિંદુર ના રાસ ગરબા જોવા માટે પધારેલ અને સમાજના આમંત્રણ અને માન આપી BJP વિધાયક બેલતરા શ્રી સુશાંત શુક્લાજી તથા બિલાસપુર નગરપાલિકા B.J.P પાર્સદ નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂર રાસ ગરબા માં સૌ પાટીદાર ભાઈઓ અને બહેનો ભારત માતા કી જય ના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. વિધાયકશ્રીઓ પોતાના પ્રસંગિક ઉદ્બબોધનમાં પાટીદાર સમાજની એકતા અને સનાતન સંસ્કૃતિને સાચવવા માટે પાટીદાર સમાજનો વિશેષ આભાર માન્યો હતો અને માતાજીના આશીર્વાદ સદેવ પાટીદાર સમાજ પર રહે તે માટે માતાજી પાસે કામના કરી હતી.
GENERAL
22 CGR 03-10-2025 SDOP SHRI DEVANSH RATHOD GRACES NAVRATRI GARBA MAHOTSAV AT SHRI PATIDAR SAMAJ, BALOD AND CREATES AWARENESS ON CYBER CRIME
શ્રી પાટીદાર સમાજ બલોદ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવના શુભ અવસર પર એસ.ડી.ઓ.પી. શ્રી દેવાંશ રાઠોડ સાહેબ પધાર્યા હતા. તેમણે ગરબા નો આનંદ માણ્યો અને ગરબા રમવાની આપડી સાંસ્કૃતિક પરંપરાની પ્રશંસા કરી. મહત્વ પૂર્ણ જાણકારી તેમણે સમાજના લોકોને આજના સમયમાં ઝડપથી વધી રહેલા સાઇબર ક્રાઇમ વિષે જાગૃત કર્યા. તેમણે ખૂબ જ સરળ અને ઔપચારિક રીતે સમજાવ્યું કે કઈ રીતે ઠગ લોકો બેંક ખાતામાંથી રૂપિયા હડપ કરવા માટે છેતરપીંડી કરે છે. તેમજ તેમણે આ પ્રકારના ગુનાઓથી આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે રાઠોડ સાહેબે આરતીમાં ભાગ લીધો તથા પ્રસાદ ગ્રહણ કરી અને આવા સુંદર કાર્યક્રમ માટે શુભેક્ષા પાઠવી પાટીદાર સમાજ બલોદ તરફથી અમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
GENERAL
23 CGR 03-10-2025 RAIPUR KUTCH KADVA PATIDAR YUVA MANDAL ORGANISES BLOOD DONATION CAMP UNDER ABKKP YUVASANGH
શ્રી રાયપુર યુવા મંડળ ના સંયુક્ત તત્વધાન માં તારીખ 02.10.2025 ના બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવા મા આવેલ અને સંપૂર્ણ સમાજ ના જ્ઞાતિ જનો બહુ મોડી સંખ્યા મા જોડાયા હતા સાથે રાયપુર યુવા મંડળ ના પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને શ્રી નરેશ કેશરાણી સર્વે હોદ્દેદાર અને સંપૂર્ણ કારોબારી અને છ.ગ રીજીયોન ના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને ખજાનચી જયેશ દિવાણી અને આરોગ્ય કન્વીનર નરેશ કેશરાણી સહકન્વીનર મનીષ છાભૈયા અને છ.ગ રીજીયન ની હોદ્દેદાર અને કારોબારી ઉપસ્થિત રહ્યાં હતા. બોલ્ડ ડોનેશન કેમ્પ મા જે પણ બ્લડ કલેક્ટ કરેલ છે તે રાયપુર ની સારી અને નિઃશુલ્ક સત્ય સાઇ હોસ્પિટલ નવારાયપુર માં હાર્ટ બાળકો માટે ઉપયોગ કરવામાં આવશે અને આ હોસ્પિટલ ની અંદર ક્યાં પણ કેશ કાઉન્ટર નથી પૂર્ણ રૂપ થી નિઃશુલ્ક છે.
GENERAL
24 CGR 03-10-2025 GOVERNOR OF CHHATTISGARH GRACES KUTCH KADVA PATIDAR SAMAJ NAVRATRI CELEBRATIONS IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર નવરાત્રી ઉત્સવ માં સમાજના આમંત્રણ ને માન આપી મહાષ્ટમી શુભરાત્રીએ છત્તીસગઢ રાજ્ય ના મહામહિમ રાજ્યપાલ શ્રી રામેન ડેકાજી દ્વારા સમાજ ના બંને ભવનો ફાફાડીહ અને ભનપુરી માં પધારી આયોજન ની શોભા વધારેલ. માતાજી તથા ગરબા ના દર્શન કરી પ્રાંગણ ની પ્રદક્ષિણા કરેલ. સમાજ ના ફાફાડીહ ભવન મધ્યે રાજ્યપાલશ્રી નું સમાજ ના પ્રમુખશ્રી વિશ્રામભાઈ છાભૈયા, મહામંત્રીશ્રી વેલજીભાઈ રૂડાણી, અ.ક.ક.પા. સમાજ પૂર્વ પ્રમુખશ્રી રામજીભાઈ નાકરાણી, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા, યુવા મંડળ ઉપપ્રમુખશ્રી ભરતભાઈ વાલાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ અંતે સમાજ ના પ્રમુખશ્રી દ્વારા રાજ્યપાલશ્રી ને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી આભાર વ્યક્ત કરેલ. સમાજ ના ભનપુરી ભવન મધ્ય રાજ્યપાલશ્રી નું સમાજ ના ઉપપ્રમુખશ્રી વાલજીભાઈ નાકરાણી, મંત્રીશ્રી શંભુભાઈ છાભૈયા, પૂર્વ વિધાયકશ્રી દેવજીભાઈ સામાણી, ભાજપ પ્રદેશ મંત્રીશ્રી જયંતીભાઈ દીવાણી, મહિલા મંડળ ઉપપ્રમુખ શ્રીમતી નર્મદાબેન છાભૈયા, મંત્રી શ્રીમતી વંદનાબેન વાલાણી, યુવા મંડળ પ્રમુખશ્રી હરસુખભાઈ નાથાણી, મહામંત્રીશ્રી પ્રવીણભાઈ નાકરાણી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવેલ.
GENERAL
25 CGR 02-10-2025 FREE HEALTH CHECKUP CAMP ORGANISED ON DUSSEHRA BY SHRI KUTCH KADVA PATIDAR YUVAK MANDAL RAJNANDGAON
શ્રી ક.ક.પાટીદાર યુવક મંડળ રાજનાંદગાંવ જય શ્રી લક્ષ્મીનારાયણ દશેરા આરોગ્ય દિવસ 2025 આજે Dussehera ના ઉપલક્ષ મા શ્રી પાટીદાર યુવક મંડળ રાજનાંદગાવ દ્વારા Free Health Checkup Camp નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ Camp મા Dental Checkup, Eye Checkup, Skin Care Checkup વિશેષજ્ઞો દ્વારા કરવા મા આવ્યુ. Dental care મા 76 Eye care મા 112 Skin Care મા 88 લોકો એ લાભ લીધો હતો. આ આરોગ્ય Camp, Om Dental and Skin Care Clinic અને Udhyachal Eye Care Clinic દ્વારા કરવામા આવેલ હતો.
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer