News-Samiti

Feedback On This Page View Page Feedback

GRAND CELEBRATION OF LAXMINARAYAN TEMPLE ANNIVERSARY AND RAM NAVAMI PROCESSION IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા આયોજિત પાવન પ્રસંગે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયા માતાજી મંદિરનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તા. ૨૭-૦૩-૨૦૨૬ ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યે હવન-પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો. આ સાથે રામનવમી ઉત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ફાફાડીહ સમાજથી ભાનપુરી સમાજ સુધી યોજાયેલી આ યાત્રામાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો: સમાજના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ છાભૈયા અને તેમની સમગ્ર કારોબારી તથા હોદ્દેદારો, રાયપુર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા તથા તેમની ટીમ, રાયપુર યુવા મંડળના પ્રમુખ શ્રી હરસુખભાઈ નાથાણી તથા તેમની ટીમ, છત્તીસગઢ રિજિયનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો. તમામના સહકાર અને ઉપસ્થિતિથી કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો.

27-03-2026
 
   
Website Designed and Developed By : Pioneer