News-Samiti

Feedback On This Page View Page Feedback

GRAND BLOOD DONATION CAMP ORGANISED BY KUTCH KADVA PATIDAR YUVA MANDAL IN BILASPUR
શ્રી બિલાસપુર કચ્છ કડવા પાટીદાર સમાજ ના માર્ગદર્શન અને આશીર્વાદથી શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ બિલાસપુર ના સહયોગથી અને છત્તીસગઢ યુવા સંઘ દ્વારા પ્રેરિત શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ, બિલાસપુર દ્વારા તારીખ 23-8-2026 ને રવિવારના દિવસે પાટીદાર ભવન, બિલાસપુર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું...કાર્યક્રમનો શુભારંભ બિલાસપુર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી હરિભાઈ ધોળુ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લીલાબેન સામાણી છત્તીસગઢ યુવા સંઘના વાઇસ ચેરમેન શ્રી હેમંતભાઈ ધોળુ યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ ધોળુ તેમજ સમાજના વડીલો દ્વારા આપણી કુળદેવી માઁ ઉમિયા માતાજી અને ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો...આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ ધોળુએ જણાવ્યું હતું કે યુવા મંડળ દ્વારા આવા પુણ્યના કાર્યોનું આયોજન કરવામાં આવે છે જે કોઈના માટે જીવનદાન બની શકે છે. તેમણે યુવા મંડળના સર્વે સભ્યોની પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા...મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન સામાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ ક્યારેય યુવા મંડળ દ્વારા આવા પુણ્યના કાર્યોનું આયોજન કરવામાં આવશે ત્યારે મહિલા મંડળ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. તેમણે યુવા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો...છત્તીસગઢ યુવા સંઘના વાઇસ ચેરમેન શ્રી હેમંતભાઈ ધોળુ એ આવા માનવસેવા રૂપી રક્તદાન શિબિર નું આયોજન જેવા પુણ્ય કાર્ય માટે છત્તીસગઢ યુવા સંઘ વતીથી બિલાસપુર યુવા મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ બિલાસપુર યુવા મંડળ દ્વારા આવા કાર્યો થતા રહેશે એવી આશા વ્યક્ત કરી હતી...યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશ ભાઈએ સર્વે શ્રી સમાજ ના પદાધિકારીઓ, મહિલા મંડળના સભ્યો અને સર્વે સમાજજનો નું આ કાર્યક્રમમાં પધારીને યુવા મંડળના સભ્યોનો ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શ્રી સમાજ અને મહિલા મંડળના આશીર્વાદ અને સહયોગથી ભવિષ્યમાં પણ આવા પુણ્યકાર્યો બિલાસપુર યુવા મંડળ દ્વારા કરવામાં આવતા રહેશે. તેમણે ઉપસ્થિત સર્વે સભ્યોને અનુરોધ કર્યો હતો કે વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરો, આપના દ્વારા આપવામાં આવેલું એક યુનિટ રક્ત કોઈના માટે જીવનદાન બની શકે છે...આ આયોજનમાં બહોળી સંખ્યામાં આપણા સમાજના ભાઈઓ-બહેનો અને આપણા વોર્ડ ના પાર્ષદ શ્રી નીતિનભાઈ સામાણી તેમજ અન્ય જ્ઞાતિના સભ્યો અને મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કરી આ આયોજનને સફળ બનાવ્યું હતું.

23-08-2026
 
   
Website Designed and Developed By : Pioneer