News

Feedback On This Page View Page Feedback
View in :
Search    : Samiti             :                                  Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 07-06-2026 CHHATTISGARH REGION HOSTS MEGA AI WORKSHOP, BRINGING TOGETHER STUDENTS, PROFESSIONALS AND ENTREPRENEURS TO EXPLORE THE FUTURE OF ARTIFICIAL INTELLIGENCE
શ્રી ABKKP યુવાસંઘ, ફોરેસ્ટ કાઉન્સિલ – છત્તીસગઢ રિજિયન દ્વારા તા. 07 જૂન 2026 ના રોજ AI Workshop – “AI Technology for Shaping Future” નું સફળ આયોજન વિમતારા ઓડિટોરિયમ, રાયપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં AI (Artificial Intelligence) અંગે વિસ્તૃત માહિતી, આધુનિક ટેક્નોલોજી, વ્યવસાય વિકાસ, કારકિર્દી નિર્માણ અને દૈનિક જીવનમાં AI ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. AI કાર્યક્રમ ને આગળ વધતા યુવસંગ સેન્ટ્રલ પ્રતિનિધિ અને AI વર્કશોપ ટીમ મેમ્બર નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ત્યાર બાદ મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરતા રિજિયન ચેરમેન સાથે યુવસંગ સેન્ટ્રલ ટીમ દ્વારા ખુલો મુકેલ માં આવેલ અને AI WORKSHOP માં સંખ્યા 285-300 લોકો વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, ગૃહિણીઓ તથા યુવા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.* છત્તીસગઢ રિજિયન ટીમ 2025-27 - પ્રમુખ – યોગેશભાઈ છાભૈયા, ઉપપ્રમુખ – હેમંતભાઈ ધોળુ, વિભાગીય પ્રમુખ – હર્ષદભાઈ માકાણી, વિભાગીય પ્રમુખ – રાજેશભાઈ છાભૈયા, મહામંત્રી – જીગ્નેશભાઈ નાકરાણી, PRO – નીતિનભાઈ નાકરાણી, ખજાનચી – જયેશભાઈ દિવાણી, મંત્રી – મનીષભાઈ નાયાણી, વિભાગીય મંત્રી – પ્રકાશભાઈ રામાણી, સહ ખજાનચી – અનિલભાઈ લીંબાણી, કેન્દ્રીય પ્રતિનિધિઓ - સેન્ટ્રલ PRO – નિશાંતભાઈ રામાણી, કાઉન્સિલ સેક્રેટરી – રાહુલભાઈ છાભૈયા, કન્વીનર, બિઝનેસ સેલ – ચેતનભાઈ માકાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય – યોગેશભાઈ છાભૈયા, PDO કૃષિ પર્યાવરણ – રાજેશભાઈ નાથાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય – જ્યોતિબેન છાભૈયા, કાઉન્સિલ રાજકીય PDO – કાંતિભાઈ છાભૈયા, AI નિષ્ણાત ટીમ દ્વારા માર્ગદર્શન - હર્ષ નાકરાણી – AI ની મૂળભૂત જાણકારી તથા AI આધારિત ગેમ ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન, યોગેશ લીંબાણી – AI દ્વારા ગેમ નિર્માણ અને ભવિષ્યમાં AI ક્ષેત્રે વિકાસની તકો અંગે માહિતી, હર્ષી પોકાર – AI વડે ઇમેજ ક્રિએશન અને બિઝનેસ પ્રમોશન માટેના ઉપયોગ અંગે પ્રસ્તુતિ, પરિકા ચૌહાણ – હેલ્થકેર ક્ષેત્રમાં AI ની ભૂમિકા અને તેના ફાયદાઓ અંગે માહિતી, મિત પોકાર – જીવનમાં AI ના લાભો અને સંભવિત પડકારો અંગે સમજણ, રાજ નાથાણી – વિવિધ AI એપ્લિકેશન્સ અને ઉપયોગી ટૂલ્સ અંગે માર્ગદર્શન, શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ અને એમની ટીમ હોદ્દેદાર અને કારોબારી નો વિશેષ સહયોગ બાદલ ખૂબ ખૂબ ધન્યવાદ, કાર્યક્રમમાં રાયપુર, બિલાસપુર, કોરબા, કુમ્હારી, રાજનંદગાંવ, બાલોદ, જગદલપુર અને દલ્લીરાજહરા ,કોંન્ડાગાંવ, સહિતના વિવિધ યુવા મંડળોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ ના અંત માં આભાર વ્યક્ત કરતા રિજિયન મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ નાકરાણી દ્વારા કારેક્રમ ને સફળ બનાવવા માટે તમામ આયોજકો, વક્તાઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કારેલ હતો, બિઝનેસ સેલ અને શિક્ષા વિભાગ સયુંકત તાવધાન માં સફળ આયોજન બદલ ખુબ ખુબ આભાર અને ધન્યવાદ, બિઝનેસ સેલ - કિલોલભાઈ પદમાણી, બિઝનેસ સેલ સહકન્વીનર - અશિષભાઈ ધોળું, શિક્ષા વિભાગ કન્વીનર - અંકિતભાઈ માકાણી, શિક્ષા વિભાગ સહકન્વીનર - હર્ષાબેન સામાણી
GENERAL
2 CGR 18-04-2026 BHAVYA RAMANI FROM RAJNANDGAON SCORES 96% IN CBSE 10TH
રાજનંદગાંવના ભવ્ય ખુશ્બુબેન દીપકભાઈ રામાણી એ CBSE ધોરણ 10ની પરીક્ષામાં 96% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ભવ્ય હાલ રાજનંદગાંવમાં નિવાસ કરે છે અને મૂળ કચ્છ જિલ્લાના રામપર ગામના વતની છે. તેમના દાદા-દાદી તુલસીભાઈ અને નર્મદાબેન રામાણી છે. ભવ્યની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજનંદગાંવ પાટીદાર સમાજ માટે ગૌરવની વાત બની છે. સમાજના આગેવાનો તથા સભ્યો દ્વારા ભવ્યને આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માં ઉમિયાના આશીર્વાદથી ભવ્ય ભવિષ્યમાં વધુ પ્રગતિ કરી શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરે અને પોતાના પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
GENERAL
3 CGR 02-03-2026 CA MADHAV RUDANI BRINGS PRIDE TO CHHATTISGARH WITH ALL INDIA RANK 49
છત્તીસગઢના ગૌરવ CA માધવ જગદીશભાઈ રૂડાણી (બલોદ, છત્તીસગઢ) એ સમગ્ર ભારતમાં 49મી રેન્ક પ્રાપ્ત કરી અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરી છે. આપની મહેનત, લગન અને પ્રતિબદ્ધતાએ માત્ર આપના પરિવારનું નહીં પરંતુ સમગ્ર છત્તીસગઢ રિજિયનનુનામ રોશન કર્યું છે.
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer