News-Samiti

Feedback On This Page View Page Feedback
Region   :   Samaj Zone   : Local Samaj :
Category : Native             :   View in :
Search    : Samiti             :   From Date :
         Page Size

SrNo. RegId Date Particulars Category Image
1 CGR 23-08-2026 GRAND BLOOD DONATION CAMP ORGANISED BY KUTCH KADVA PATIDAR YUVA MANDAL IN BILASPUR
શ્રી બિલાસપુર કચ્છ કડવા પાટીદાર સમાજ ના માર્ગદર્શન અને આશીર્વાદથી શ્રી કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળ બિલાસપુર ના સહયોગથી અને છત્તીસગઢ યુવા સંઘ દ્વારા પ્રેરિત શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ, બિલાસપુર દ્વારા તારીખ 23-8-2026 ને રવિવારના દિવસે પાટીદાર ભવન, બિલાસપુર ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું...કાર્યક્રમનો શુભારંભ બિલાસપુર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી હરિભાઈ ધોળુ મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લીલાબેન સામાણી છત્તીસગઢ યુવા સંઘના વાઇસ ચેરમેન શ્રી હેમંતભાઈ ધોળુ યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ ધોળુ તેમજ સમાજના વડીલો દ્વારા આપણી કુળદેવી માઁ ઉમિયા માતાજી અને ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો...આ પ્રસંગે સમાજના પ્રમુખ શ્રી હરિભાઈ ધોળુએ જણાવ્યું હતું કે યુવા મંડળ દ્વારા આવા પુણ્યના કાર્યોનું આયોજન કરવામાં આવે છે જે કોઈના માટે જીવનદાન બની શકે છે. તેમણે યુવા મંડળના સર્વે સભ્યોની પ્રશંસા કરી આશીર્વાદ પાઠવ્યા હતા...મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન સામાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ ક્યારેય યુવા મંડળ દ્વારા આવા પુણ્યના કાર્યોનું આયોજન કરવામાં આવશે ત્યારે મહિલા મંડળ દ્વારા સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. તેમણે યુવા મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો...છત્તીસગઢ યુવા સંઘના વાઇસ ચેરમેન શ્રી હેમંતભાઈ ધોળુ એ આવા માનવસેવા રૂપી રક્તદાન શિબિર નું આયોજન જેવા પુણ્ય કાર્ય માટે છત્તીસગઢ યુવા સંઘ વતીથી બિલાસપુર યુવા મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ બિલાસપુર યુવા મંડળ દ્વારા આવા કાર્યો થતા રહેશે એવી આશા વ્યક્ત કરી હતી...યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશ ભાઈએ સર્વે શ્રી સમાજ ના પદાધિકારીઓ, મહિલા મંડળના સભ્યો અને સર્વે સમાજજનો નું આ કાર્યક્રમમાં પધારીને યુવા મંડળના સભ્યોનો ઉત્સાહ વધારવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શ્રી સમાજ અને મહિલા મંડળના આશીર્વાદ અને સહયોગથી ભવિષ્યમાં પણ આવા પુણ્યકાર્યો બિલાસપુર યુવા મંડળ દ્વારા કરવામાં આવતા રહેશે. તેમણે ઉપસ્થિત સર્વે સભ્યોને અનુરોધ કર્યો હતો કે વધુમાં વધુ સંખ્યામાં રક્તદાન કરો, આપના દ્વારા આપવામાં આવેલું એક યુનિટ રક્ત કોઈના માટે જીવનદાન બની શકે છે...આ આયોજનમાં બહોળી સંખ્યામાં આપણા સમાજના ભાઈઓ-બહેનો અને આપણા વોર્ડ ના પાર્ષદ શ્રી નીતિનભાઈ સામાણી તેમજ અન્ય જ્ઞાતિના સભ્યો અને મિત્રોએ ઉત્સાહભેર રક્તદાન કરી આ આયોજનને સફળ બનાવ્યું હતું.
GENERAL
2 CGR 15-08-2026 “RAMHRUDAY KIT” DISTRIBUTED AMONG BILASPUR SAMAJ ON INDEPENDENCE DAY BY BILASPUR YUVAK MANDAL
બિલાસપુર સમાજમાં યુવા સંઘ દ્વારા તૈયાર કરવામાં આવેલ “રામહૃદય કીટ” નું સ્વતંત્રતા દિવસના પાવન અવસર પર સમસ્ત સમાજજનોમાં વિતરણ કરવામાં આવ્યું...આ સુંદર અને સમાજહિતના કાર્ય માટે બિલાસપુર યુવા મંડળ અને મંડળ ના તમામ સભ્યોને હાર્દિક અભિનંદન તથા ખૂબ ખૂબ શુભેચ્છાઓ...આપણી એકતા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની સેવા ભાવના હંમેશા આવી જ રીતે આગળ વધતી રહે અને યુવા મંડળ દ્વારા સમાજ માટે અનેક સેવાકીય કાર્યો થતા રહે તેવી શુભકામનાઓ.
GENERAL
3 CGR 12-08-2026 ANNUAL GENERAL MEETING AND SAMPARK YATRA ORGANISED BY CHHATTISGARH REGION AT KUMHARI
છત્તીસગઢ રિજિયન દ્વારા કુમ્હારી સમાજ ખાતે વાર્ષિક સામાન્ય સભા તેમજ સંપર્ક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે KKP યુવા સંઘ છત્તીસગઢ રિજિયનના પ્રમુખ શ્રી યોગેશ છાભૈયા, સેન્ટ્રલ PRO શ્રી નિશાંત રામાણી, કાઉન્સિલ સેક્રેટરી શ્રી રાહુલ છાભૈયા, IPP શ્રી પવન દિવાણી, ઉપપ્રમુખ શ્રી હેમંત ધોળુ, મહાનદી વિભાગના પ્રમુખ શ્રી હર્ષદ માકાણી, મહામંત્રી શ્રી જીગ્નેશ નાકરાણી, PRO શ્રી નીતિન નાકરાણી, ખજાનચી શ્રી જયેશ દિવાણી, મંત્રી શ્રી મનીષ નાયાણી, વિભાગીય મંત્રી શ્રી પ્રકાશ રામાણી, વિભાગીય મંત્રી શ્રી ચેતન ભગત તથા સલાહકાર શ્રી કિશોર નાકરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય કારોબારી સભ્ય શ્રી યોગેશ છાભૈયા, PDO કૃષિ પર્યાવરણ શ્રી રાજેશ નાથાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય શ્રીમતી જ્યોતિબેન છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO YSK શ્રી નિલેશ પોકાર તથા ફોરેસ્ટ કાઉન્સિલ PDO સગપણ સંબંધિત શ્રી મનીષ પોકાર સહિતના કેન્દ્રીય પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહી હતી...કાર્યક્રમની શરૂઆત કુમ્હારી યુવા મંડળના મહામંત્રી શ્રી વસંત વાલાણી દ્વારા મહાનુભાવોને મંચસ્થ કરાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ તથા કુળદેવી શ્રી ઉમિયા માતાજી સમક્ષ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું મંચ સંચાલન CGR રિજિયનના મહામંત્રી શ્રી જીગ્નેશ નાકરાણી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિશન ચેરમેન શ્રી હેમંત ધોળુના માર્ગદર્શન હેઠળ વિવિધ થીમના અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા. કન્વીનર, સહકન્વીનર અને સભ્યો દ્વારા કરવામાં આવેલા વિવિધ સેવાકીય કાર્યો તથા આગામી આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે યુવાનોના ઉર્જાવાન વિચારો, અનુભવો અને યુવા સંઘના વિઝન અંગે CGR ના સલાહકાર શ્રી કિશોર નાકરાણી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું. કુમ્હારી સમાજના પ્રમુખ શ્રી છગનભાઈ દિવાણી તથા કુમ્હારી યુવા મંડળના પ્રમુખ શ્રી ગોવિંદ રૂડાણી દ્વારા પણ યુવાનોને પ્રેરણાદાયી ઉદબોધન આપવામાં આવ્યું હતું...સભા દરમિયાન સમાજહિતના વિવિધ સૂચનો અને વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. મિશન 2040 તથા 13 થીમ અંગેની વિસ્તૃત જાણકારી શ્રી રાહુલ છાભૈયા, શ્રી નિશાંત રામાણી તથા શ્રી પવન દિવાણી દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે રિજિયન ચેરમેન શ્રી યોગેશ છાભૈયાના વરદ હસ્તે CGR ના નવા ઇન્સ્ટાગ્રામ પેજનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રિજિયન પ્રમુખ શ્રી યોગેશ છાભૈયાએ ઉપસ્થિત સમાજજનો અને યુવાનોને ઉદબોધન કરીને સમાજસેવા, સંગઠન અને યુવાનોની સક્રિય ભાગીદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું...આ પ્રસંગે આરોગ્ય કન્વીનર શ્રી નરેશ છાભૈયા, શ્રી મનીષ છાભૈયા તથા રિજિયન પ્રમુખ શ્રી યોગેશ છાભૈયા દ્વારા યુવા મંડળના પ્રતિનિધિઓને “રામ હૃદય કીટ”નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કીટ સમાજના યુવાનો અને સમાજજનો સુધી સેવાભાવના સાથે પહોંચાડવામાં આવી હતી...વાર્ષિક સામાન્ય સભા દરમિયાન મહાનદી ડિવિઝનના પ્રમુખ શ્રી હર્ષદ માકાણી તથા શિવનાથ ડિવિઝનના મંત્રી શ્રી ચેતન ભગત દ્વારા સાત યુવા મંડળોના વાર્ષિક કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાયપુર, બિલાસપુર, કોરબા, કુમ્હારી, રાજનંદગાંવ, બાલોદ અને જગદલપુર સહિતના વિવિધ યુવા મંડળોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા...આ સમગ્ર આયોજન માટે KKP કુમ્હારી શ્રી સમાજ અને મહિલા મંડળનો વિશેષ સહયોગ મળ્યો હતો. પ્રમુખ શ્રી ગોવિંદ રૂડાણી, મહામંત્રી શ્રી વસંત વાલાણી તથા સમગ્ર કુમ્હારી યુવા મંડળ ટીમનો વિશેષ સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે રિજિયન PRO શ્રી નીતિન નાકરાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ મહાનુભાવો, સમાજજનો, યુવા મિત્રો તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
GENERAL
4 CGR 07-06-2026 CHHATTISGARH REGION HOSTS MEGA AI WORKSHOP, BRINGING TOGETHER STUDENTS, PROFESSIONALS AND ENTREPRENEURS TO EXPLORE THE FUTURE OF ARTIFICIAL INTELLIGENCE
શ્રી ABKKP યુવાસંઘ, ફોરેસ્ટ કાઉન્સિલ – છત્તીસગઢ રિજિયન દ્વારા તા. 07 જૂન 2026 ના રોજ AI Workshop – “AI Technology for Shaping Future” નું સફળ આયોજન વિમતારા ઓડિટોરિયમ, રાયપુર ખાતે કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં AI (Artificial Intelligence) અંગે વિસ્તૃત માહિતી, આધુનિક ટેક્નોલોજી, વ્યવસાય વિકાસ, કારકિર્દી નિર્માણ અને દૈનિક જીવનમાં AI ના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. AI કાર્યક્રમ ને આગળ વધતા યુવસંગ સેન્ટ્રલ પ્રતિનિધિ અને AI વર્કશોપ ટીમ મેમ્બર નું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ ત્યાર બાદ મહેમાનો દ્વારા દિપપ્રાગટ્ય કરતા રિજિયન ચેરમેન સાથે યુવસંગ સેન્ટ્રલ ટીમ દ્વારા ખુલો મુકેલ માં આવેલ અને AI WORKSHOP માં સંખ્યા 285-300 લોકો વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, ગૃહિણીઓ તથા યુવા મિત્રો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.* છત્તીસગઢ રિજિયન ટીમ 2025-27 - પ્રમુખ – યોગેશભાઈ છાભૈયા, ઉપપ્રમુખ – હેમંતભાઈ ધોળુ, વિભાગીય પ્રમુખ – હર્ષદભાઈ માકાણી, વિભાગીય પ્રમુખ – રાજેશભાઈ છાભૈયા, મહામંત્રી – જીગ્નેશભાઈ નાકરાણી, PRO – નીતિનભાઈ નાકરાણી, ખજાનચી – જયેશભાઈ દિવાણી, મંત્રી – મનીષભાઈ નાયાણી, વિભાગીય મંત્રી – પ્રકાશભાઈ રામાણી, સહ ખજાનચી – અનિલભાઈ લીંબાણી, કેન્દ્રીય પ્રતિનિધિઓ - સેન્ટ્રલ PRO – નિશાંતભાઈ રામાણી, કાઉન્સિલ સેક્રેટરી – રાહુલભાઈ છાભૈયા, કન્વીનર, બિઝનેસ સેલ – ચેતનભાઈ માકાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય – યોગેશભાઈ છાભૈયા, PDO કૃષિ પર્યાવરણ – રાજેશભાઈ નાથાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય – જ્યોતિબેન છાભૈયા, કાઉન્સિલ રાજકીય PDO – કાંતિભાઈ છાભૈયા, AI નિષ્ણાત ટીમ દ્વારા માર્ગદર્શન - હર્ષ નાકરાણી – AI ની મૂળભૂત જાણકારી તથા AI આધારિત ગેમ ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન, યોગેશ લીંબાણી – AI દ્વારા ગેમ નિર્માણ અને ભવિષ્યમાં AI ક્ષેત્રે વિકાસની તકો અંગે માહિતી, હર્ષી પોકાર – AI વડે ઇમેજ ક્રિએશન અને બિઝનેસ પ્રમોશન માટેના ઉપયોગ અંગે પ્રસ્તુતિ, પરિકા ચૌહાણ – હેલ્થકેર ક્ષેત્રમાં AI ની ભૂમિકા અને તેના ફાયદાઓ અંગે માહિતી, મિત પોકાર – જીવનમાં AI ના લાભો અને સંભવિત પડકારો અંગે સમજણ, રાજ નાથાણી – વિવિધ AI એપ્લિકેશન્સ અને ઉપયોગી ટૂલ્સ અંગે માર્ગદર્શન, શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ અને એમની ટીમ હોદ્દેદાર અને કારોબારી નો વિશેષ સહયોગ બાદલ ખૂબ ખૂબ ધન્યવાદ, કાર્યક્રમમાં રાયપુર, બિલાસપુર, કોરબા, કુમ્હારી, રાજનંદગાંવ, બાલોદ, જગદલપુર અને દલ્લીરાજહરા ,કોંન્ડાગાંવ, સહિતના વિવિધ યુવા મંડળોના હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ ના અંત માં આભાર વ્યક્ત કરતા રિજિયન મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ નાકરાણી દ્વારા કારેક્રમ ને સફળ બનાવવા માટે તમામ આયોજકો, વક્તાઓ અને ઉપસ્થિત મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કારેલ હતો, બિઝનેસ સેલ અને શિક્ષા વિભાગ સયુંકત તાવધાન માં સફળ આયોજન બદલ ખુબ ખુબ આભાર અને ધન્યવાદ, બિઝનેસ સેલ - કિલોલભાઈ પદમાણી, બિઝનેસ સેલ સહકન્વીનર - અશિષભાઈ ધોળું, શિક્ષા વિભાગ કન્વીનર - અંકિતભાઈ માકાણી, શિક્ષા વિભાગ સહકન્વીનર - હર્ષાબેન સામાણી
GENERAL
5 CGR 02-06-2026 EYE DONATION INSPIRES HUMANITY: CGR HONOURS DHANANI FAMILY WITH ‘MANAVTA GAURAV AWARD’ FOR NOBLE GIFT OF VISION
સ્વ. મણી બેન કાનજી ભાઈ ધનાણી (રામાંણી) પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ…સ્વ. મણીબેન કાનજી ભાઈ ધનાણી નું તારીખ ૨૭-૦૫-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. મણી બેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 02-06-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી કાનજી ભાઈ સાથે પુત્ર હરી ભાઈ , ચંદુ ભાઈ , મુકેશ ભાઈ અને સંપૂર્ણ ધનાણી પરિવાર ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન -યોગેશ છાભૈયા, મહામંત્રી -જીગ્નેશ નાકરાણી, હેલ્થ રિજિયન કન્વીનર - નરેશ છાભૈયા, છ.ગ. રિજિયન શિવનાથ ડિવિઝનલ ચેરમેન - રાજેશ ભાઈ છાભૈયા
GENERAL
6 CGR 02-06-2026 148 UNITS OF BLOOD DONATED, 247 CITIZENS BENEFIT FROM FREE HEALTH CHECK-UP CAMP ORGANIZED BY PATIDAR YUVA MANDAL RAIPUR
શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા અધ્ય સમાજ સુધારક વડવાહ શ્રી નારાયણ રામજી લીંબાણી બાપા ની 143મી અને શ્રી કેશરા પરમેશ્વરા બાપાની 258મી જન્મ જયંતિ નિમિત્તે ભારતભર મા યોજાવતી રકતંજલીમાહ ના રૂપે તેજ કડી માં રાયપુર યુવા મંડળ દ્વારા રક્તદાન અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર યોજાઈ,148 લોકોએ કર્યું રક્તદાન શ્રી પાટીદાર યુવા મંડળ રાયપુર દ્વારા આયોજિત રક્તદાન તથા નિઃશુલ્ક ચિકિત્સા તપાસ શિબિર રવિવારના રોજ શ્રી પાટીદાર ભવન, ફાફડીહ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ શિબિરમાં 148 લોકોએ રક્તદાન કરી "રક્તદાન-જીવનદાન"નો સંદેશ સાર્થક કર્યો. આ સાથે 247 લોકોએ આરોગ્ય તપાસ માટે સેમ્પલ આપ્યા, જેમની CBC, LFT, RFT, લિપિડ પ્રોફાઇલ, HBA1C, T3-T4-TSH જેવી મહત્વપૂર્ણ તપાસો નિઃશુલ્ક કરવામાં આવી. રક્તદાન દરમ્યાન છ.ગ. રિજિયન ના ચેયરમેન શ્રી યોગેશ ભાઈ છાભૈયા અને રાયપુર સમાજ , છ.ગ. સમાજ ના અગ્રણીઓ દ્વારા શ્રીરામ હૃદય કીટ વિતરણ કરવા માં આવેલ હતું સેવાભાવથી આયોજિત આ શિબિરમાં શહેરના 16 નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક સેવાઓ આપી. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા તમામ ડોક્ટરોને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા તથા શિબિરમાં પધારેલ તમામ રક્તદાતાઓ અને નાગરિકોનો આભાર માનવામાં આવ્યો. આ પ્રસંગે શ્રી સમાજના ઉપાધ્યક્ષ શ્રી લીલાધર ભગત, ખજાનચી શ્રી જયંતી છાભૈયા, યુવા મંડળના અધ્યક્ષ શ્રી હરસુખ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ નાકરાણી, ઉપાધ્યક્ષ શ્રી જિગ્નેશ નાકરાણી, ભરત વાલાણી, ખજાનચી અને આરોગ્ય પ્રભારી શ્રી નરેશ છાભૈયા, આરોગ્ય મંત્રી શ્રી યોગેશ ભીમાણી, મંત્રી શ્રી દિવેશ પોકર, વસંત નાકરાણી સહિત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા. મહિલા મંડળના અધ્યક્ષ શ્રીમતી મંજુલા બેન, મહામંત્રી શ્રીમતી નીશા બેન તેમજ મહિલા મંડળની કારોબારી સભ્યો પણ હાજર રહ્યા. કેન્દ્રીય સમાજ ના કારોબારી સભ્ય શ્રી ખીમજી ભાઈ પોકાર , છત્તીસગઢ રીજીયનના ચેરમેન શ્રી યોગેશ છાભૈયા અને છ.ગ. સમાજના મંત્રી શ્રી ભગવાન ભાઈ સહિત મોટી સંખ્યામાં સમાજજનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા
GENERAL
7 CGR 31-05-2026 PATIDAR YUVA MANDAL BILASPUR CONTINUES 12-YEAR TRADITION OF SERVICE, ORGANIZES FREE BUTTERMILK DISTRIBUTION TO PROVIDE RELIEF FROM SUMMER HEAT
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ, બિલાસપુર દ્વારા તારીખ 31/05/2026, રવિવાર ના રોજ બિલાસપુર, છત્તીસગઢ ખાતે રાહગીરો ને ગરમીમાં રાહત આપવા માટે કચ્છી અમૃત "શીતલ છાશ વિતરણ સેવા કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું. આ સેવાયજ્ઞમાં સમાજના વરિષ્ઠ આગેવાનો, મહિલા મંડળના પદાધિકારીઓ અને યુવા મંડળના સભ્યો એ સહયોગ અને સેવા આપીને આયોજનને સફળ બનાવ્યું. શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, બિલાસપુર માં છાસ વિતરણ સેવા વિગત 12 વર્ષોથી શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ બિલાસપુર દ્વારા કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ શ્રી સમાજના પ્રમુખશ્રી હરિભાઈ જશરાજ ભાઇ ધોળું ઉપપ્રમુખ શ્રી હરિભાઈ દાનાભાઈ ધોળું મહામંત્રી શ્રી લખમશીભાઈ પરબત ભાઈ ધોળું સહમંત્રી શ્રી ધર્મેન્દ્રભાઈ મગનભાઈ છાભૈયા એને સમાજના વરિષ્ઠ આગેવાનો અને સભ્યો મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લીલાબેન લક્ષ્મણભાઈ સામાણી મહામંત્રી શ્રીમતી ગીતાબેન શંકરભાઈ સામાણી ખજાનચી શ્રીમતી વર્ષાબેન હેમંત ભાઈ ધોળું સહજાનચી શ્રીમતી યોગીતાબેન ચંદ્રકાન્તભાઈ ધોળું એને મહિલા મંડળની કારોબારી સભ્યો છત્તીસગઢ રીજીયન ના ઉપપ્રમુખ શ્રી હેમંતભાઈ કરસનભાઈ ધોળું છત્તીસગઢ રીજિયન ના સભ્ય શ્રી નવીનભાઈ હરિભાઈ ધોળું ,શ્રી આશિષભાઈ પુરષોત્તમભાઈ ધોળું અને આપડા વાર્ડના લોકલાડીલા પાર્ષદ શ્રી નીતિનભાઈ રમેશભાઈ સામાણી યુવા મંડળના પ્રમુખ શ્રી યોગેશભાઈ શાંતિભાઈ ધોળું ઉપપ્રમુખ શ્રી વિતેશભાઈ પુરષોત્તમભાઈ ધોળું ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ શ્યામજીભાઈ સામાણી મહામંત્રી શ્રી બસંતભાઈ બાબુભાઈ ગોરાણી સહમંત્રી શ્રી પરેશભાઈ પ્રહલાદભાઈ છાભૈયા ખજાનચી શ્રી લલીતભાઈ હરિભાઈ ધોળું શ્રી નિલેશભાઈ સુરેશભાઈ ધોળું અને યુવા મંડળની સમસ્ત કારોબારી ટીમ અને સર્વે ઉત્સાહી સભ્યો ઉપસ્થિત હતા
GENERAL
8 CGR 18-04-2026 BHAVYA RAMANI FROM RAJNANDGAON SCORES 96% IN CBSE 10TH
રાજનંદગાંવના ભવ્ય ખુશ્બુબેન દીપકભાઈ રામાણી એ CBSE ધોરણ 10ની પરીક્ષામાં 96% ગુણ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે. ભવ્ય હાલ રાજનંદગાંવમાં નિવાસ કરે છે અને મૂળ કચ્છ જિલ્લાના રામપર ગામના વતની છે. તેમના દાદા-દાદી તુલસીભાઈ અને નર્મદાબેન રામાણી છે. ભવ્યની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજનંદગાંવ પાટીદાર સમાજ માટે ગૌરવની વાત બની છે. સમાજના આગેવાનો તથા સભ્યો દ્વારા ભવ્યને આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને માં ઉમિયાના આશીર્વાદથી ભવ્ય ભવિષ્યમાં વધુ પ્રગતિ કરી શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ શિખરો સર કરે અને પોતાના પરિવાર તેમજ સમાજનું નામ રોશન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.
GENERAL
9 CGR 27-03-2026 GRAND CELEBRATION OF LAXMINARAYAN TEMPLE ANNIVERSARY AND RAM NAVAMI PROCESSION IN RAIPUR
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા આયોજિત પાવન પ્રસંગે. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન અને ઉમિયા માતાજી મંદિરનો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો હતો. તા. ૨૭-૦૩-૨૦૨૬ ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યે હવન-પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો. આ સાથે રામનવમી ઉત્સવ નિમિતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ફાફાડીહ સમાજથી ભાનપુરી સમાજ સુધી યોજાયેલી આ યાત્રામાં અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો: સમાજના પ્રમુખ શ્રી વિશ્રામભાઈ છાભૈયા અને તેમની સમગ્ર કારોબારી તથા હોદ્દેદારો, રાયપુર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન છાભૈયા તથા તેમની ટીમ, રાયપુર યુવા મંડળના પ્રમુખ શ્રી હરસુખભાઈ નાથાણી તથા તેમની ટીમ, છત્તીસગઢ રિજિયનના હોદ્દેદારો અને કારોબારી સભ્યો. તમામના સહકાર અને ઉપસ્થિતિથી કાર્યક્રમ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો.
GENERAL
10 CGR 16-03-2026 PATIDAR YUVAK MANDAL RAIPUR ORGANIZES FREE SHOW OF “THE KERALA STORY 2” FOR GIRLS AWARENESS
શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ રાયપુર દ્વારા પ્રેરિત શ્રી પાટીદાર યુવા મંડળ, રાયપુર દ્વારા સમાજ ની દીકરીઓ માં જાગૃકતા ને અનુલક્ષી કુંવારી દીકરીઓ માટે એક વિશેષ શો (નિ‍‌:શુલ્ક) તારીખ 16.03.26 નું આયોજન કરવામાં આવેલ. કેરેલા સ્ટોરી 2 ફિલ્મ ના અંતર્ગત સમાજ ની 251 દિકરીઓ ને આ ફિલ્મ બતાવા મા આવેલ આ ફિલ્મને જોવા માટે ટુકજ સમય મા આ દીકરીઓ દ્વારા પોતા નુ નામ નોધાવા માં આવેલ આ ફિલ્મ જોવા માટે વિશેષ રૂપે ઉપસ્થિત મહિલા મંડળ ના પ્રમુખ મહોદયા શ્રીમતી મંજુલા બેન છાભૈયા સાથે તેવો ની સંપૂર્ણ ટિમ સાથે યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ ભાઈ નાથાણી ની સાથે યુવા મંડળ ની સંપૂર્ણ ટિમ પણ હાજર રહેલ.આ ફિલ્મ PVR સિનેમા મા નિઃશુલ્ક બતાવા મા આવેલ.
GENERAL
11 CGR 07-03-2026 PATIDAR MAHILA MANDAL RAIPUR HOSTS INSPIRING LECTURE BY SANATANI KAJAL HINDUSTANI
શ્રી પાટીદાર મહિલા મંડળ, રાયપુર દ્વારા આયોજિત આ પ્રેરણાત્મક કાર્યક્રમ. સર્વપ્રથમ વક્તવ્ય પહેલા લવજીહાદ ઉપર સમાજ ની દિકરીયો દ્વારા સરસ પ્રસ્તુતિ કરેલ ત્યાર બાદ પ્રેરણાદાયી વ્યાખ્યાન કાર્યક્રમમાં સમસ્ત જ્ઞાતિ જનો શ્રી મતી કાજલબેન હિન્દુસ્તાની નું વક્તવ્ય સમાજ ના હર એક વકતી અને બહેન સાથે દિકરી ના જીવન માં લાભદાયી થાય એવું બેન દ્વારા પીરસવા માં આવેલ હતું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા વક્તવ્ય માં કહેલું કે સમાજ ના બાળકો ને સંસ્કાર આપવા અને આત્મરક્ષણ કેવી રીતે કરવું અને દિકરીઓ ને આજ ના જુગ માં અધર્મીઓ દ્વાર સડયંત્ર ચાલવામાં આવે છે તેના થી કેમ બચવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. સનાતની શ્રી મતી કાજલ હિન્દુસ્તાની દ્વારા સમાજ જનો ને સંકપ અપાયો છે કે સમાજ અથવા માંગલિક કારેક્રમ માં મુસલમાન થી વહેવાર ના કરવો જોઈએ અને વિવિધ સારા હિન્દૂ સંગઠન થી જોડાલું રેવું જોયે સાથે સમાજ ના સર્વે સદસ્યો થી આગ્રકરેલ જીવન મા અધ્યાત્મિકતા નું કેટલું મહત્વ છે સાથે એનુ માર્ગદર્શન આપેલ અને આયોજિત કારેક્રમ માં અંદાજીત 2000 લોકો સમસ્ત વડીલો ,માતાઓ,ભાઈઓ,બહેનો,યુવા ધન ઉપસ્થિત રહયા હતા. શ્રી ABKKP કેન્દ્રિય સમાજ ના ટ્રસ્ટી, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન સમાજ હોદ્દેદાર અને કારોબારી ટીમ, છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા અને હોદેદારો અને કારોબારી સભ્ય સાથે સલાકાર,કેન્દ્રીય પ્રતિનિધિ,ફોરેસ્ટ કોઉન્સિલ PDO ઉપસ્થિત રહ્યા હતા, છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા, શ્રી રાયપુર પાટીદાર સમાજ રાયપુર ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી મંજુબેન છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન મહિલા મંડળ પ્રમુખ શ્રી શકુન્તલા બેન નાકરાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ, શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ.
GENERAL
12 CGR 02-03-2026 CA MADHAV RUDANI BRINGS PRIDE TO CHHATTISGARH WITH ALL INDIA RANK 49
છત્તીસગઢના ગૌરવ CA માધવ જગદીશભાઈ રૂડાણી (બલોદ, છત્તીસગઢ) એ સમગ્ર ભારતમાં 49મી રેન્ક પ્રાપ્ત કરી અવિસ્મરણીય સિદ્ધિ હાંસલ કરી છે. આપની મહેનત, લગન અને પ્રતિબદ્ધતાએ માત્ર આપના પરિવારનું નહીં પરંતુ સમગ્ર છત્તીસગઢ રિજિયનનુનામ રોશન કર્યું છે.
GENERAL
13 CGR 22-02-2026 CGR YUVASANGH KAROBARI MEETING SUCCESSFULLY HELD IN KORBA
શ્રી ABKKP યુવાસંઘ છત્તીસગઢ રિજિયન દ્વારા તારીખ 22.02.26 ના કારોબારી સભા અને સંપર્ક યાત્રા પાટીદાર સમાજ કોરબા રાખેલ હતી. કારોબારી સભા અને સંપર્ક યાત્રા માં ઉપસ્થિત રહેલા છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા, સલાકાર નવીન ભાઈ લીંબાણી, ઉપપ્રમુખ હેમંત ધોળું, મહામંત્રી જીગ્નેશ નાકરાણી, ખજાનચી જયેશ દિવાણી, મંત્રી મનીષ નાયાણી, સહ ખજાનચી અનિલ લીંબાણી, વિભાગીય પ્રમુખ રાજેશ છાભૈયા, વિભાગીય પ્રમુખ હર્ષદ માકાણી, વિભાગીય મંત્રી પ્રકાશ રામાણી, કેન્દ્રીય પ્રતિનિધિ કાઉન્સિલ સેક્રેટરી રાહુલ છાભૈયા, કન્વીનર પ્રચાર પ્રસાર સેલ પવન દિવાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય યોગેશ છાભૈયા, ફોરેસ્ટ કોઉન્સિલ PDO - YSK - નિલેશ પોકાર, સગપણ - મનીષ પોકાર. છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય સમાજ ના ટ્રસ્ટી શ્રી નાનજી ભાઈ સામાણી. શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી બિલાસપુર યુવા મંડળ પ્રમુખ શ્રી યોગેશ ધોળું અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ સાથે યુવા મિત્રો, કારોબારી સભા સહયોગી, શ્રી કોરબા યુવા મંડળ પ્રમુખ શ્રી રામણિક પોકાર અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ સાથે યુવા મિત્રો સાથે કોરબા શ્રી સમાજ ના પ્રમુખ શ્રી અને વડીલ શ્રી અને મહિલા મંડળ ના પ્રમુખ અને નારીશક્તિ પણ ઉપસ્થીથ રહ્યા હતા. છ.ગ રિજિયન ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
GENERAL
14 CGR 21-02-2026 CGR YUVASANGH SAMPARK YATRA HELD WITH YOUTH IN BILASPUR
શ્રી ABKKP યુવાસંઘ છત્તીસગઢ રિજિયન દ્વારા તારીખ 21.02.26 ના સંપર્ક યાત્રા યુવા સાથે પાટીદાર સમાજ બિલાસપુર રાખેલ. સંપર્ક યાત્રા માં ઉપસ્થિત રહેલા છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા, સલાકાર - કિશોર ભાઈ નાકરાણી, નવીન ભાઈ લીંબાણી, ઉપપ્રમુખ હેમંત ધોળું, મહામંત્રી જીગ્નેશ નાકરાણી, પ્રવક્તા નીતિન નાકરાણી, ખજાનચી જયેશ દિવાણી, મંત્રી મનીષ નાયાણી, સહ ખજાનચી અનિલ લીંબાણી. કેન્દ્રીય પ્રતિનિધિ - કાઉન્સિલ સેક્રેટરી રાહુલ છાભૈયા, કન્વીનર પ્રચાર પ્રસાર સેલ પવન દિવાણી, કેન્દ્રીય કારોબારી સભ્ય યોગેશ છાભૈયા. ફોરેસ્ટ કોઉન્સિલ PDO - YSK નિલેશ પોકાર, સગપણ મનીષ પોકાર. છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી બિલાસપુર યુવા મંડળ પ્રમુખ શ્રી યોગેશ ધોળું અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ સાથે યુવા મિત્રો. છ.ગ રિજિયન ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
GENERAL
15 CGR 05-02-2026 CG REGION ANNUAL CALENDAR DISTRIBUTED TO MEMBERS AT JAGDALPUR MEETING
આજ CG Region ના કેલેન્ડર પ્રાપ્ત થયા.આજ જગદલપુર મીટિંગ માં લગભગ સર્વે ને કેલેન્ડર વિતરણ કરવામાં આવેલ.
GENERAL
16 CGR 31-01-2026 HUMANITY PRIDE AWARD HONORS LATE SAVITABEN HARIBHAI NAKARANI FOR NOBLE EYE DONATION
ચક્ષુદાતા સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી પરિવારને માનવતા ગૌરવ એવોર્ડ… સ્વ. સવિતાબેન હરિભાઈ નાકરાણી નું તારીખ ૧૨-૦૧-૨૦૨૬ ના રોજ અવસાન થયેલ, તેમના અવસાન બાદ તેમના દ્વારા તેમની બંને આંખો નું દાન કરવામાં આવેલ હતું. તેઓ ચક્ષુદાતા ની શૃંખલામાં પોતાનું નામ અંકિત કરતા ગયા અને સમાજ અને પરિવાર નું નામ શિખર ઉપર અંકિત કરતા ગયા એવું એક યાદગાર રહેશે અને જે વેકતી જેમની આખો ની રોશની નોતી અને આ દુનિયા નથી જોઈ તેવો ને સ્વ. સવિતાબેન ના ચક્ષુદાન કરી સારો એવો સંદેશ આપેલ છે. આથી આજ રોજ તારીખ 26-01-2026 ના રોજ યુવાસંઘ દ્વારા મોકલેલા એવોર્ડ ને અર્પણ કરવા માટે યુવાસંઘ નું અભિન્ન અંગ એવું છત્તીસગઢ રિજિયન (CGR) ના દ્વારા તેમને માનવતા ગૌરવ એવોર્ડ તેમના પરિવારના વડીલ શ્રી હરિભાઈ સાથે પુત્ર દ્વિજેશ ભાઈ , બ્રીજેશ ભાઈ ને આપવામાં આવેલ. એવોર્ડ અર્પણ સમયે નીચે મુજબના સભ્યોની વિશેષ ઉપસ્થિતિ હતી. ચેરમેન યોગેશ છાભૈયા. મહામંત્રી જીગ્નેશ નાકરાણી. હેલ્થ રિજિયન કન્વીનર નરેશ છાભૈયા. સેન્ટ્રલ મેમ્બર યોગેશ છાભૈયા. રાયપુર યુવા મંડળ ના પ્રમુખ હરસુખ નાથાણી. ભરત વાલાણી. મનીષ છાભૈયા. યોગેશ ભીમાણી. ભાવેશ રૂડાણી. શિખર પોકાર. કેતન છાભૈયા.
GENERAL
17 CGR 27-01-2026 CHHATTISGARH REGION ANNUAL CALENDAR DISTRIBUTED BY KORBA YUVA MANDAL OF PATIDAR SAMAJ
છત્તીસગઢ રિજીયન દ્વારા પ્રકાશિત વાર્ષિક કેલેન્ડર નું આજે તા. 27-01-2026 ના પાટીદાર સમાજમાં કોરબા યુવા મંડળ દ્વારા સર્વે સભ્યોને વિતરણ કરવામાં આવેલ.
GENERAL
18 CGR 27-01-2026 ANNUAL CALENDAR COPIES PRESENTED TO SPONSORS BY CHHATTISGARH REGION
છ.ગ રિજિયન દ્વારા પ્રકાશિત કેલેન્ડર ના સ્પોન્સરો ને પ્રકાશિત કેલેન્ડર ની પ્રતિ ભેટ કરી તેઓને દાતા તરીકે ધન્યવાદ આપવામાં આવેલ. આ અવસરે કેલેન્ડર સમિતિ અને રિજિયન ફંડ રાયસિંગ સમિતિ ના સભ્યો સાથે જોડાયેલ હતાં.
GENERAL
19 CGR 23-01-2026 FIRST ANNUAL CALENDAR INAUGURATED BY ABKKP YUVASANGH CHHATTISGARH REGION AT RAIPUR
શ્રી ABKKP યુવાસંઘ છત્તીસગઢ રિજિયન દ્વારા આપ સર્વે ને જણાવતા અત્યંત આનંદ અને ખુશી ની લાગણી અનુભવી રહ્યાં છીયે કે તારીખ 23.01.26 ના વસંત પાંચમી ના સમુલગ્ન મા શ્રી રાયપુર પાટીદાર સમાજ ના પ્રાગણ મા શુભ દિવસે સર્વે યુવા મંડળ ના સયુંકત તત્વધાન થી પ્રથમ વખત વાર્ષિક કેલેન્ડર નું વિમોચન કરવાં આવેલ અને ઉપસ્થિત થયેલ. છત્તીસગઢ રિજિયન ના પ્રમુખ યોગેશ ભાઈ છાભૈયા સલાકાર કિશોર ભાઈ નાકરાણી નવીન ભાઈ લીંબાણી ઉપપ્રમુખ હેમંત ધોળું મહામંત્રી જીગ્નેશ નાકરાણી પ્રવક્તા નીતિન નાકરાણી ખજાનચી જયેશ દિવાણી મંત્રી મનીષ નાયાણી વિભાગીય પ્રમુખ પ્રકાશ રામાણી સહ ખજાનચી અનિલ લીંબાણી કેન્દ્રીય પ્રતિનિધિ કાઉન્સિલ સેક્રેટરી રાહુલ છાભૈયા PDO કૃષિ પર્યાવરણ રાજેશ નાથાણી કેન્દ્રીય કારોબારી સભ્ય યોગેશ છાભૈયા ફોરેસ્ટ કોઉન્સિલ PDO YSK નિલેશ પોકાર સગપણ મનીષ પોકાર છત્તીસગઢ રિજિયન ના વિવિધ સમિતિ અને થીમ ના કન્વીનોર અને સહકન્વીનોર સભ્ય ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ABKKP કેન્દ્રિય સમાજ ના ટ્રસ્ટી શ્રી રામજી બાપા નાકરાણી શ્રી કાન્તિ બાપા લીંબાણી શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન સમાજ પ્રમુખ શ્રી જેઠા બાપા અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી રાયપુર પાટીદાર સમાજ રાયપુર ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી રાયપુર મહિલા મંડળ ના પ્રમુખ શ્રી મંજુબેન છાભૈયા અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી ABKKP સમાજ છત્તીસગઢ ઝોન મહિલા મંડળ પ્રમુખ શ્રી શકુન્તલા બેન નાકરાણી અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી રાયપુર યુવા મંડળ પ્રમુખ શ્રી હરસુખ નાથાણી અને એમની સંપૂર્ણ હોદ્દેદાર અને કારોબારી ટીમ. શ્રી બિલાસપુર યુવા મંડળ પ્રમુખ શ્રી યોગેશ ધોળું અને એમની હોદ્દેદાર અને કારોબારી ટીમ. છ.ગ રિજિયન ના અન્ય યુવા મંડળ ના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક કેલેન્ડર માં ફંડ આયોજન ટીમ ને ખુબ ખુબ ધન્યવાદ જેમને વિશેષ સહયોગ આપેલ. દિવેશ પોકાર ભાવેશ રૂડાણી હરેશ નાકરાણી વિનય છાભૈયા પંકજ દિવાણી
GENERAL
20 CGR 31-10-2025 SARDAR VALLABHBHAI PATEL’S 150TH BIRTH ANNIVERSARY COMMEMORATED IN RAIPUR BY SHRI KUTCH KADVA PATIDAR SAMAJ
ભારત ના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦મી જન્મજયંતિ ના ઉપલક્ષ મા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ, રાયપુર દ્વારા છ.ગ. ની રાજધાની રાયપુર ફાંફાડીહ મધ્યે સ્થિત સરદાર પટેલ ચોક મા સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા (એક માત્ર છે) મા સમાજ મા ભાઈઓ દ્વારા માલ્યાપણ કરી તેવો ને યાદ કરવા મા આવેલ. આ અવસર પર શ્રી સમાજ ના પ્રમુખ શ્રી વિશ્રામ ભાઈ છાભૈયા , મહામંત્રી શ્રી વેલજી ભાઈ રૂડાણી ,યુવા મંડળ પ્રમુખ શ્રી હરશુખ ભાઈ નાથાણી, મહામંત્રી શ્રી પ્રવીણ ભાઈ નાકરાણી, પૂર્વ પ્રમુખ શ્રી બાબુ ભાઈ વેલાણી,પૂર્વ પ્રમુખ શ્રી મોહન ભાઈ છાભૈયા, ભાજપ પ્રદેશ મંત્રી શ્રી જયંતિ ભાઈ દિવાણી,રાયપુર ટિમ્બર એસોસિએશન અધ્યક્ષ શ્રી દલપત ભાઈ, છ.ગ. ટિમ્બર ફેડરેશન શ્રી અધ્યક્ષ શ્રી સૂર્યકાંત ભાઈ,પૂર્વ પાર્ષદ શ્રી વિઠ્ઠલ ભાઈ,શ્રી હિમ્મત ભાઈ,,શ્રી નરસિંહ ભાઈ,શ્રી મોહન ભાઈ શ્રી અરુણ ભાઈ સાથે સમજજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે સમજ જનો રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવી રાખવાનો સંકલ્પ કર્યો અને સરદાર પટેલના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો પ્રયાસ કરવાનું વચન આપવા મા આવેલ
SOCIAL
21 CGR 29-10-2025 SAHAS 3.0 ORGANIZED BY CHHATTISGARH REGION: 101 YOUTH EXPERIENCE LEADERSHIP AND LIFE SKILLS DEVELOPMENT
સાહસ 3.0 એક અનેરો અનુભવ.... શ્રી ABKKP યુવા સંઘ છત્તીસગઢ રિજિયન ના સર્વે યુવા મંડળ સંયુક્ત તત્વધાન દ્વારા 3 દિવસીય કરેક્રમ RAGHAV BRICKS પ્રયોજીત સાહસ 3.0 એક અનેરો અનુભવ નુ આયોજન છ.ગ રીજીયન યુવા ઉત્કર્ષ સમિતિ દ્વારા બાળકો ને જીવન કૌશલ/આત્મા વિશ્વાસ / ટીમ ભાવના/ નેતૃત્વ કુશલતા ની એક્ટિવિટી નો અનુભવ કરેલ ટોટલ સંખ્યા 101 દિકરા અને દીકરીઓ યે ભાગ લીધો હતો. ખુશી ની વાત છે કે સાહસ 3.0 મા સેન્ટ્રલ ટોપ 20 થી યુવાઓ ના ચહિતા અને પેરણાસ્રોત એવા સેન્ટ્રલ યુવાસંઘ પ્રેસિડેન્ટ જગદીશ ભાઈ લીંબાણી - સેન્ટ્રલ યુવાસંઘ પ્રેસિડેન્ટ, નિશાંત ભાઈ રામાણી - સેન્ટ્રલ PRO. અશોક ભાઈ સેંગાણી - ફોરેસ્ટ કાઉન્સિલ પ્રેસિડેન્ટ, હરેશ ભાઈ રૂડાણી - રામસેતુ કાઉન્સિલ પ્રેસિડેન્ટ, મયુર ભાઈ રંગાણી - ગ્રીન લેન્ડ કાઉન્સિલ સેક્રાટરી, રાહુલ ભાઈ છાભૈયા - ફોરેસ્ટ કાઉન્સિલ સેક્રાટરી, છ ગ રિજિયન યુવા ઓ ના લોકલાડીલા પ્રેસિડેન્ટ ઉપસ્થિત રહ્યાં હતાં - યોગેશ ભાઈ છાભૈયા, સલાકાર - કિશોર ભાઈ નાકરાણી, મિશન ચેરમેન - હેમંત ધોળું, મહામંત્રી - જીગ્નેશ નાકરાણી, પ્રવક્તા - નીતિન નાકરાણી, ખજાનચી - જયેશ દિવાણી, સેન્ટ્રલ PDO કૃષિ પર્યાવરણ - રાજેશ ભાઈ નાથાણી, CCM - જ્યોતિ બેન છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO - રાજકિય કાન્તિ છાભૈયા, ફોરેસ્ટ કાઉન્સિલ PDO સગપણ સંબંધી - મનીષ પોકાર, છત્તીસગઢ રિજિયન કન્વિનર યુવા ઉત્કર્ષ - વસંત નાકરાણી, યુવા ઉત્કર્ષ સહ કન્વિનર - પ્રકાશ નાકરાણી, છત્તીસગઢ રિજિયન સામાજિક અને આધ્યાત્મિક કન્વીનર -જ્યોતિ બેન વાલાણી સાથે ભુમિકા વાલાણી ઉપસ્થિત રહ્યાં હતાં. ફોરેસ્ટ કાઉન્સિલ - વિધર્ભ રિજિયન થી ઉપસ્થીત રહ્યાં હતાં રાજેશ ભાઈ પોકાર - વિદર્ભ પ્રેસિડેન્ટ, કીર્તિ ભાઈ સેંગાણી - વિદર્ભ સેક્રાટરી, જીતેન્દ્ર ભાઈ સેંગાણી - વિદર્ભ PRO ફોરેસ્ટ કાઉન્સિલ યુવા ઉત્કર્ષ PDO - ભરત પોકાર, ઉપસ્થિત રહ્યાં હતાં.
GENERAL
22 CGR 14-10-2025 RSS PATH SANCHALAN HELD IN RAJNANDGAON ON VIJAYADASHAMI WITH OVER 50 YOUTH PARTICIPATION
RSS નું પથ સંચલન રાજનાંદગાંવ પાટીદાર ભવન થી નિકળ્યું અને યુવક મંડળ થી 50 થી વધુ મિત્રો ગણવેશ સાથે શામિલ થયા! વિજયાદશમી ઉત્સવ નિમિતે શ્રી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા તા:- 14/10/25 મંગળવારે સવારે 8 વાગે પંથ સંચાલન શ્રી પાટીદાર ભવન થી શરૂ કરવામાં આવેલ! રાજનંદગાવ સ્થાનિક યુવક મંડળથી અંદાજીત 50 જેવા સ્વયંસેવકો એ પંથ સંચાલનમાં જોડાયીને ધન્યતાનો ભાવ અનુભવેલ....... વિશેષ કરીને ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશ ભાઈ દીવાણી , CG યુવાસંઘ ના પૂર્વ પ્રમુખ પવન દિવાણી, દીપક રામાણી ભાવેશ ભાવાણી, વિનય છાભૈયા, સહ ખજાનચી અનિલ લીંબાણી , પુનિત છાભૈયા, વિનસ પેઠાણી પથ સંચાલન માં શામિલ થયા
SOCIAL
23 CGR 06-10-2025 MANOJ VELJIBHAI POKAR WINS DIVISIONAL LAWN TENNIS DOUBLES TITLE
શ્રી સનાતન ક ક પાટીદાર સમાજ જગદલપુર માટે હર્ષ નો વિષય છે. કે સમાજ ના વરિષ્ટ શ્રી મનોજ વાલજી ભાઈ પોકાર એ ડિવિઝનલ લેવલ લોઁન ટેનિસ ડબલ્સ નો ફાઈનલ મેચ જીતી ને સમાજ તથા સંપૂર્ણ રિજીયન માટે ગૌરવ નું ક્ષણ
GENERAL
24 CGR 03-10-2025 PATIDAR SAMAJ BILASPUR CELEBRATES “OPERATION SINDOOR” RAAS GARBA IN HONOUR OF INDIAN SOLDIERS
શ્રી પાટીદાર સમાજ બિલાસપુર (છ.ગ) દ્વારા સરહદ પર લડી રહેલા આપણા દેશના વીર જવાનો ને બીરદાવા માટે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આહ્વાન હતું કે માતાજીની દરેક ગરબીમાં ઓપરેશન સિંદુર ના રાસ ગરબા જોવા માટે પધારેલ અને સમાજના આમંત્રણ અને માન આપી BJP વિધાયક બેલતરા શ્રી સુશાંત શુક્લાજી તથા બિલાસપુર નગરપાલિકા B.J.P પાર્સદ નિતીન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઓપરેશન સિંદૂર રાસ ગરબા માં સૌ પાટીદાર ભાઈઓ અને બહેનો ભારત માતા કી જય ના નારા સાથે ઝૂમી ઉઠ્યા હતા. વિધાયકશ્રીઓ પોતાના પ્રસંગિક ઉદ્બબોધનમાં પાટીદાર સમાજની એકતા અને સનાતન સંસ્કૃતિને સાચવવા માટે પાટીદાર સમાજનો વિશેષ આભાર માન્યો હતો અને માતાજીના આશીર્વાદ સદેવ પાટીદાર સમાજ પર રહે તે માટે માતાજી પાસે કામના કરી હતી.
GENERAL
25 CGR 03-10-2025 SDOP SHRI DEVANSH RATHOD GRACES NAVRATRI GARBA MAHOTSAV AT SHRI PATIDAR SAMAJ, BALOD AND CREATES AWARENESS ON CYBER CRIME
શ્રી પાટીદાર સમાજ બલોદ ખાતે નવરાત્રી ગરબા મહોત્સવના શુભ અવસર પર એસ.ડી.ઓ.પી. શ્રી દેવાંશ રાઠોડ સાહેબ પધાર્યા હતા. તેમણે ગરબા નો આનંદ માણ્યો અને ગરબા રમવાની આપડી સાંસ્કૃતિક પરંપરાની પ્રશંસા કરી. મહત્વ પૂર્ણ જાણકારી તેમણે સમાજના લોકોને આજના સમયમાં ઝડપથી વધી રહેલા સાઇબર ક્રાઇમ વિષે જાગૃત કર્યા. તેમણે ખૂબ જ સરળ અને ઔપચારિક રીતે સમજાવ્યું કે કઈ રીતે ઠગ લોકો બેંક ખાતામાંથી રૂપિયા હડપ કરવા માટે છેતરપીંડી કરે છે. તેમજ તેમણે આ પ્રકારના ગુનાઓથી આપણી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તે બાબતે પણ માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમના અંતે રાઠોડ સાહેબે આરતીમાં ભાગ લીધો તથા પ્રસાદ ગ્રહણ કરી અને આવા સુંદર કાર્યક્રમ માટે શુભેક્ષા પાઠવી પાટીદાર સમાજ બલોદ તરફથી અમે તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
GENERAL

 
   
Website Designed and Developed By : Pioneer